તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંજારમાં જમીન મુદ્દે બે યુવાન વચ્ચે ડાંગો ઉછળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં જમીન મુદ્દે બે યુવાન વચ્ચે ડાંગો ઉછળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
અંજારમાં જમીન બાબતે એક જ ગામના બે યુવાન વચ્ચે ડાંગો ઉછળી હતી. સોમવારે સાંજે બનેલી આ ઘટના મંગળવારે પોલીસમાં નોંધાઈ હતી. જમીન બાબતે ચાલતા ડખામાં બન્નેએ એકબીજા પર લાકડીથી પ્રહાર કરી ઇજાઓ પહોંચાડી હતી. એક યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હતી. શહેરના સવાસર નાકે સોમવારે સાંજે મીંદિયાળાના ૩પ વર્ષીય બધા દેવા રબારીએ તેના ગામના વીરમ રબારીને ડાંગ ફટકારી હતી. ૩૬ વર્ષી‍ય વીરમ પબા રબારીએ પણ બધા દેવા રબારી પર લાકડીથી હુમલો કર્યો હતો. જમીન મુદ્દે બન્ને વચ્ચે ચાલતો વિવાદ મારામારી સુધી વકર્યો હતો. બધાનું માથું લોહીલુહાણ થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો