તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંગિયામાં દારૂના અડ્ડે જનતારેડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગિયામાં દારૂના અડ્ડે જનતારેડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાવડકાના કુખ્યાત બૂટલેગરને પકડીને પોલીસને હવાલે કર્યો
ભાસ્કર ન્યૂઝ.નખત્રાણા
નખત્રાણા તાલુકાના કોટડા((જ))માં દારૂડિયા શખ્સે પાંચ વર્ષની બાળકીને પીંખી નાખવાની કોશિશ કરી એ ઘટના બાદ પંથકમાં દેશી દારૂના વેપલા સામે ભડકેલો રોષ ધીમે ધીમે વધી રહ્યો હોય એમ મંગળવારે અંગિયા ગામે પણ દારૂના એક અડ્ડા પર જનતા રેડ પડી હતી, જેમાં ચાવડકાના કુખ્યાત બૂટલેગરને પકડીને દારૂ અને બાઇક, સ્કૂટરના મુદ્દામાલ સાથે પોલીસને હવાલે કર્યો હતો.
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંગિયામાં મંગળવારે સાંજે સાતેક વાગ્યે લોકોના ટોળાંએ ગામની ભાગોળે ચાલતા દારૂના અડ્ડા પર છાપો મારીને પોલીસને જાણ કરી હતી. જનતા રેડથી હરકતમાં આવેલી પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી. લોકોએ બૂટલેગર દેવાજી ખેતાજી જાડેજા ((રહે. ચાવડકા))ને પકડીને દારૂ અને બાઇક અને સ્કૂટરના મુદ્દામાલ સાથે પોલીસને હવાલે કર્યો હતો. જોકે, પોલીસે આરોપી સામે ગુનો નોંધી દારૂનો જથ્થો રૂા.૬૦નો હોવાનું જાહેર કર્યું હતું. ચાવડકાના શખ્સ દ્વારા ચાલતા દેશી દારૂના કરતૂતો અંગે વિસ્તારના લોકોમાં લાંબા સમયથી ફરિયાદો ઉઠી હતી. એવામાં કોટડા((જ))નો બનાવ બન્યા બાદ પણ પોલીસે કડક કાર્યવાહી ન કરતાં છેવટે ગામલોકો જ સક્રિય બન્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો