તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રાગસર પ્લોટધારકોના મુદે્ ૃચ્ ’અધિકારીઓ બેદરકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાગસર પ્લોટધારકોના મુદે્ ૃચ્/’અધિકારીઓ બેદરકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
પ્રાગસર પ્લોટધારકોના મુદે્ રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ ફરજ દરમિયાન બેદરકારી દાખવતાં કોકડું ગૂંચવાયું છે, ત્યારે જિલ્લા કલેક્ટર આ સમસ્યામાં રસ ન દાખવતાં નાછૂટકે મહેસૂલ સચિવ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઇ હતી.
એરપો‌ર્ટ રોડ પર રહેતા અને પ્રાગસર પ્લોટધારક મંડળના સભ્ય એવા અશ્વિનભાઇ જેઠીએ લેખિત પુરાવા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય સચિવથી લઇને જિલ્લા કલેક્ટર સુધી તમામ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં આંખ આડા કાન કરાઇ રહ્યા છે. આ અંગે ૨૦૦પમાં હાઇકો‌ર્ટનો ચુકાદો આવી ગયો છે છતાં નવ વર્ષના સમયગાળામાં જિલ્લાકક્ષાએ અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. જિલ્લાકક્ષાએ સંકલનની ત્રણ બેઠકમાં અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ફેંસલો થવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.
ગત ગુરુવારે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળવા ગયા, ત્યારે અણગમો બતાવી અધિક કલેક્ટરને મળવા માટે જણાવ્યું, તો અધિક કલેક્ટરે તા.૨૪/૨ના રોજ મળનારી સંકલનની બેઠકમાં તમારા મુદ્ાની ચર્ચા કરી ઉકેલની ખાતરી
આપી હતી.
જેઠીએ આક્રોશપૂવર્ક જણાવ્યું હતું કે, જિલ્લા મહેસૂલી વહીવટી તંત્ર જાણે નિષ્ફળ હોય તેમ ચિરનિદ્રામાં પોઢી રહ્યું છે. હાઇકો‌ર્ટનો ચુકાદો આવ્યા છતાં પણ કચ્છ કલેક્ટર આ બાબતમાં કોઇ રસ દાખવતા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો