તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ના.કલેક્ટરકક્ષાના પ અધિકારીની ફેરબદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ના.કલેક્ટરકક્ષાના પ અધિકારીની ફેરબદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે અમલદાર જિલ્લામાં આવ્યા, બે ગયા અને એકને ભુજથી નખત્રાણા પ્રાંતમાં મુકાયા
ભાસ્કર ન્યૂઝ. ભુજ
રાજ્યના મહેસૂલ વિભાગે મંગળવારે નાયબ કલેક્ટરકક્ષાના ૮૯ અધિકારીની બદલીના બહાર પાડેલાં જાહેરનામામાં કચ્છમાં બે અમલદારને મુકાયા છે. અહીંથી બેની બહાર બદલી કરાઇ છે, જ્યારે એક અધિકારીને ભુજથી નખત્રાણા બદલવામાં આવ્યા છે.
આ સામૂહિ‌ક હુકમો અનુસાર વઢવાણના પ્રાંત અધિકારી બી.સી. ચુડાસમાને ભુજ ખાતે આરટીઓની ખાલી પડેલી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. ગાંધીનગરના મધ્યાહ્ન ભોજન યોજનાના ના.કલેક્ટર ડી.પી. ચૌહાણને ભુજના પ્રાંત અધિકારી તરીકે ((આનંદ પટેલની ખાલી પડેલી જગ્યા પર)) બદલવામાં આવ્યા છે. ભુજ સ્થિત મ.ભો.યોજનાના ના.કલેક્ટર એસ.એસ. ઘેલાણીની નખત્રાણાના પ્રાંત
અનુસંધાન પાના નં. ૬

અધિકારી તરીકે બદલી કરાઇ છે, જ્યારે આ પૂર્વે નખત્રાણામાં મુકાયેલા અમદાવાદ જીઆઇડીસીના ખાસ અધિકારી સી.એમ. ચાવડાની બદલી રદ્ કરવામાં આવી છે.
ભુજ સ્થિત નાગરિક સંરક્ષણ ખાતાના નાયબ કલેક્ટર કે.પી. પંડયાને મોરબી જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી તરીકે તેમજ સ્ટેમ્પ ડયૂટીના ના.કલેક્ટર પી.એલ.ઝનકાંતને વડોદરા ((સિટી))ના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો