તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ((ઓકે)) હે. અવસાન નોંધ ૦૧...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

((ઓકે)) હે. અવસાન નોંધ ૦૧...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : સમેજા મરિયમબેન ઓસ્માણ ((ઉ.વ.૮૨)) તે સમેજા અબ્દુલ રજાક ((એમઇએસવાળા))ના માતા, મોહસીન, વસીમના દાદી તા.૨પ/૨ના અવસાન પામ્યાં છે. તેમની વાયેઝ અને જિયારત તા.૨૭/૨ના સવારે ૧૦ કલાકે નિવાસસ્થાને, અકશાનગર, રાજેન્દ્રનગરની પાસે, ભુજ મધ્યે.
ગાંધીધામ : મૂળ અમદાવાદના, હાલે ગાંધીધામ સુધાબેન શિવકુમાર ((નાનાભાઇ)) દેસાઇ, તે અંજની હરકાંત અંજારિયા, જયશ્રી સુધાકર મહેતા, મંજરી હર્ષેન્દુ વૈદ્ય, અવનિ ભાવિન ધોળકિયાના માતા તા.૨પ/૨ના ગાંધીધામ ખાતે અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮/૨ના સાંજે પ:૩૦થી ૬:૩૦ વાગ્યે નિવાસસ્થાન, પ્લોટ નં. ૧પ, સેકટર-૧, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : ધ્રોપતિ હીરાનંદ પરિયાણી ((ઉ.વ.૬૦)) તે ઉમેશ, પ્રકાશના માતા, નિહલચંદ, સાવલના ભાભી, દિલીપ, મનીષના કાકી તા. ૨૩/૨ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨પ/૨ના સાંજે ૬ વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે ઝૂલેલાલ મંદિર, હોટલ શિવ રીજન્સીની પાસે, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂલપુરી કેશવપુરી ગોસ્વામી ((ઉ.વ.૭૯)) મૂળ ગાંધીધામ તે સ્વ.રતનબેન તથા કેશવપુરીના પુત્ર, ગં.સ્વ.ધનલક્ષ્મીબેનના પતિ, ગોવિંદપુરી, જગદીશપુરી, ગૌરીબેન, દમયંતીબેન, સ્વ.પાર્વતીબેનના ભાઇ, મહેન્દ્રપુરી, સુરેશપુરી, સ્વ.રણજીતપુરી, ગોપાલપુરી, ચંદ્રિકાબેનના પિતા, હીરબાઇ માધવગર ((ગુંદિયાળીવાળા))ના જમાઇ, રમેશગર મહાદેવગરના સસરા, જીતેન્દ્ર, ધર્મેશ, પ્રીતિ, વિજય, ધીરેન, હિ‌તેશ, અજય, હીરલ, જીલના દાદા, પ્રકાશ, કિરણના નાના તા.૨પ/૨ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.૨૮/૨ના સાંજે ૪થી પ દરમિયાન ગળપાદર કૈલાસધામ મધ્યે. તેમની બારસવિધિ તા.૮/૩ના સુરેશપુરી મૂલપુરીના ઘરે, ગળપાદર મધ્યે.
માંડવી : ખમુ ધનજીભાઇ ભર્યા ((ઉ.વ.૭૭)) તે ગં.સ્વ. તેજબાઇના પતિ, સ્વ. ચાંપશી ધનજીના નાના ભાઇ, ગં.સ્વ. તંજબાઇ ચાંપશીના દિયર, સ્વ. બુધારામભાઇ ((જીઇબી)), રામજીભાઇ ((જીઇબી-માંડવી)), મૂરજીભાઇ ((જીઇબી-ગાંધીધામ)), સ્વ. દેવરાજભાઇ, બાબુભાઇ ((મુન્દ્રા)), ધર્મેન્દ્ર, અજબાઇ, દેવલબાઇ, લક્ષ્મીબાઇના કાકા, કલ્યાણજી ((ગેટકો-નલિયા)), આસમલભાઇ, ગં.સ્વ. બાયાબાઇ, ખમીબાઇ, ચાગબાઇ, ગાંગબાઇ, પૂરબાઇ, પ્રેમિલાબેન, ઉમાબેનના પિતા, સ્વ. તુલસીભાઇ, વાલજીભાઇ, નરશી, કાનજીભાઇ, મૂરજીભાઇ, કમલેશભાઇ, પ્રેમભાઇના સસરા તા. ૨૩/૨ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિ‌કક્રિયા પૂર્ણ થયેલી છે.
મોટા ધાવડા((તા.નખત્રાણા)) : ધલ અમીનાબાઇ ((અમાફુઇ))((ઉ.વ.૭પ)) તે મ.અલીમામદના પત્ની, મ.સારાબાઇ, હાજિયાણી હકીમાબાઇ, તારમામદ, મરિયાબાઇના ભાભી, લાખા, મ.જુમ્મા, મામદ હાસમ શેડાતના બહેન, આમધ જુણેજાના સાસુ, હુસેન, આઇશાના માતા, અકબર, અનવરના દાદી, રફીક, મુસ્તાનના ફઇ, ફકીરમામદ, મુસાના કાકી તા.૨૪/૨ના અવસાન પામ્યાં છે. તેમની વાયેઝ અને જિયારત તા.૨૭/૨ના સવારે ૯:૩૦ વાગ્યે નિવાસસ્થાને, ધાવડા મોટા.
કુકમા ((તા.ભુજ)) : પાલીવાડ બ્રાણ દમયંતીબેન ((ઉ.વ.૭પ)) તે અમૃતલાલ વેલજી જોષી ((બાબુ મારાજ))ના પત્ની, શિવશંકર, રમેશ, માયાવતી, જાગૃતિના માતા, સ્વ.વ્રજલાલ, સ્વ.પ્રભાશંકર વેલજી જોષીના ભાભી, મૂળશંકર વ્યાસ ((માધાપર))ના સાસુ, કિશન, ભૂપેશના દાદી, વિજય, ચેતનના નાની, સ્વ.હરજીવન પુરુષોત્તમ જોષી ((ઘડાણી))ના પુત્રી, તુલસીદાસ ((નાગલપર)), લક્ષ્મીશંકર ((ભુજ)), જેન્તીલાલ((ઘડાણી)), સ્વ.માણેકબેન ((જખૌ)), સ્વ.જયાબેન ((નખત્રાણા))ના બહેન તા.૨પ/૨ના અવસાન પામ્યાં છે. તેમની બન્ને પક્ષની સાદડી તા.૨૮/૨ના સાંજે ૪થી પ દરમિયાન કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા મધ્યે.
ભદ્રેશ્વર ((તા.મુન્દ્રા)) : મ.ક.સ.સુ. પરમાર રવિલાલ ધરમશી માવજી ((ઉ.વ.૬૪)) તે જવેરબેનના પતિ, સ્વ.રણછોડદાસ ((ચેમ્બુર)), સ્વ.બાબુલાલ ((નાગલપર)), સ્વ.કસ્તૂરબેન ઇશ્વરલાલ ચાવડા ((માંડવી)), હેમલતાબેન અમૃતલાલ પીઠડિયા ((રાયપુર))ના ભાઇ, સોલંકી નરશી મીઠુ ((મુન્દ્રા))ના જમાઇ, સંજય, પરેશના પિતા, કિશોર, કિરીટ, રાજેશ ((ચેમ્બુર)), વિનોદ ((દરશડી)), વસંત, રોહિ‌ત ((નાગલપર)), લતા સુરેશ પીઠડિયા ((અંજાર)), નીતા નિતિન ચૌહાણ ((નલિયા)), વર્ષા મનીષ ડાભી ((ભુજ))ના કાકા, ઉષા, બીનાના સસરા, યશ્વી, અંશના દાદા તા.૨૪/૨ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.૨૬/૨ના સાંજે ૪થી પ દરમિયાન રજપૂત સમાજવાડી, ગરબી ચોક, ભદ્રેશ્વર મધ્યે. ((સસરા તથા માવિત્ર પક્ષની સાદડી સાથે રાખેલી છે.))
મુંબઇની અવસાન નોંધ
આધોઇ : દેવજી પોપટલાલ નિસર ((ઉ.વ.પ૪)) અવસાન પામ્યા છે. તે સ્વ. દિવાળીબેન રતનશી પેથાના પૌત્ર, સ્વ. ચંપાબેન પોપટલાલના પુત્ર, વિમળાના પતિ, ડો. હિ‌માંશુ, સુમિતના પિતા, નાના ચોક મુંબઇ.
નાગલપુર : હરખચંદ દામજી ફરિયા ((ઉ.વ.૬૯)) અવસાન પામ્યા છે. તે સ્વ. રતનબેન દામજી શીવજીના પુત્ર, વિમળાબેનના પતિ, રીટા, મેહુલ, મેકીનના પિતા, નેમચંદ, પ્રભા, અમૃત, શાંતિલાલ, તારા, વીરચંદના ભાઇ, મેહુલ ફરિયા એ/૧૦૨, વસઇ વેસ્ટ.
કુંદરોડી : વલ્લભજી દેવજી દેઢિયા ((ઉ.વ.૭૯)) અવસાન પામ્યા છે. તે સોનબાઇ દેવજી પાસુના પુત્ર, કેસરબેનના પતિ, દિપક, જીતેન્દ્ર, વર્ષાના પિતા, કલ્પના, ભાવના, બેરાજાના પરેશ જગજીવનના સસરા, દેઢિયા ૧૨/૧૪૬, નૂતન વિલા, ગારોડિયાનગર, ઘાટકોપર ((ઇ.)) મું.
ભોજાય : હાલે પિપરિયા ((એમપી)) ગં. સ્વ. પ્રેમીલાબેન રતનશીભાઇ કુંવરજી ગાલા ((ઉ.વ.૮૨)) તા. ૧૬/૨ના અવસાન પામ્યાં છે. તે મહાદેવપુરીના હંસરાજ નેણશીની પુત્રી.
કચ્છી લોહાણા: હાલ મુલુંડ-ચેકનાકા ગં.સ્વ. કંકુબાઈ વેલજી ((ઉં.વ.૯૩)) તે સ્વ. વેલજી કુવરજી કારિયાના પત્ની, તે સ્વ. પ્રેમાબેન કાનજી શેઠિયાના પુત્રી. સોમવાર, ૨૪-૨-૧૪ના રોજ રામશરણ પામેલ છે. તે સ્વ. રમેશભાઈ, રવીન્દ્રભાઈ, દિલીપભાઈ, બિપિનભાઈ, સ્વ. નરબદાબેન શામજી ભલ્લા, સ્વ. સાવિત્રીબેન લવજી ઠક્કર, વિમલાબેન મથુરાદાસ અનમ, ભારતીબેન અશ્વિન અજીતના માતુશ્રી, પ્રાર્થનાસભા ૨૬-૨-૧૪, બુધવારના રોજ સાંજે પ.૩૦થી ૭.૦૦ વાગ્યા સુધી રાખેલ છે. સ્થળ: મુકંતેશ્વર મહાદેવ મંદિર હોલ, ડમ્પિગ રોડ, મુલુંડ ((વેસ્ટ)), મુંબઈ. ((લૌકિક વ્યવહાર બંધ છે.))
અંજાર : હાલ કાંદિવલી ગં.સ્વ. પુષ્પાબેન ((ઉં.વ.૮પ)) તે સ્વ. પ્રતાપસિંહ સુંદરદાસ સંપટના પત્ની. તે ભરતભાઈ, યોગેશભાઈ, સમીરભાઈ, ઉર્વશીબેન, વર્ષાબેન, છાયાબેનના માતા. ગોવાવાળા જવાહીર હરીદાસ ચાંપશીનાં બહેન. ૨૪-૨-૧૪, સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૭-૨-૧૪, ગુરુવારના રોજ સાંજે પથી ૭ વાગ્યે રાખેલ છે. સ્થળ: શુંભાગન, લેન્ડ માર્ક બિલ્ડિંગ, ગાંજાવાલા પેટ્રોલ પંપની બાજુમાં.
માંડવી : દામજી મોરારજી મચ્છરનાં પત્ની, રાધાબેન ((ઉં.વ.૬પ)) તે શનિવાર, ૨૨-૨-૧૪ના રોજ શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ. કાશીબેન આણંદજી ટાટારીયાનાં પુત્રી, તે રમણીકલાલ તથા જયંતીલાલનાં બહેન, તે મનીષ, નિતીન, ભાવનાનાં માતુશ્રીતેમની પ્રાર્થનાસભા બુધવાર, ૨૬-૨-૧૪ના રોજ સાંજે ૪થી પ વાગ્યે રાખેલ છે. સ્થળ: સ્વામીનારાયણ મંદિર હોલ, પુનિત દર્શન સોસાયટી સામેડોમ્બિવલી.
પરજાઉ : નાસિકના સ્વ. સૌ. પ્રતિક્ષાબેન ((ઉં.વ.૪૦)) તે નાસિક મધે અરિહંતશરણ પામ્યા છે. તે વિપુલ રાજેન્દ્ર નાગડાના પત્ની, ગં.સ્વ. ચંદનબેન રાજેન્દ્ર નરશીના પુત્રવધૂ, તે ઝીલ, ધીરના માતુશ્રી, બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨પ-૦૨-૧૪ના રોજ બપોરે ૩.૩૦થી પ.૦૦ વાગ્યે રાખેલ છે. સ્થળ: કચ્છી લોહાણા મહાજનવાડી, દિંડોશી રોડ, પંચવટી, ઠે: બી-પ, રાજેન્દ્ર નગર, નાસિક. ((લૌકિક વ્યવહાર બંધ છે.))
કવિઓ જૈન : દલતુંગીના નિર્મલાબહેન ચાંપશી લાપશીયાના પુત્રવધૂ અ. સૌ. વાસંતીબહેન હીરાચંદ લાપશીયા ((ઉં. વ. પ૭)) તે ડોંબિવલી મુકામે શનિવાર, ૨૨-૨-૧૪ના રોજ અરિહંતશરણ પામ્યાં છે. તે ચેતન, જસ્મીન, કાજલ, સ્વેતાના માતુશ્રી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો