Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીંઢની ગૌચર જમીનનું દબાણ નહીં હટતાં આજથી ઉપવાસ
અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન થતાં સરપંચ અને ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે
ભાસ્કર ન્યૂઝ. ભુજ
માંડવી તાલુકાના વીંઢ ગામમાં કેટલાક માથાભારે શખ્સોએ સરકારી ગૌચર જમીન પર કરેલાં દબાણને દૂર કરવા વારંવાર રજૂઆત કરીને થાકેલા માંડવીના સરપંચ તેમજ ગ્રામજનો આજે બુધવારથી મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરશે.
આ અંગે મામલતદારને કરેલી અંતિમ અરજીમાં જણાવાયું છે કે, સર્વે નં.૧પના ૩ હેક્ટર, ૧૯ના ૮ હેક્ટર, ૨૦ના ૨ હેક્ટર, ૨૪ના ૪ હેક્ટર, સર્વે નં. ૬૦/૨ના ૧ હેક્ટર જેટલી ગૌચર જમીનમાં દબાણ કરાયું છે, જેને દૂર કરવા કલેક્ટરકક્ષા સુધી અનેકવાર રજૂઆતો કરાઇ છે તેમ છતાં આજ સુધી તંત્ર દ્વારા આ દિશામાં કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. જે લોકોએ દબાણ કર્યું છે તેમના દ્વારા વારંવાર ધાક-ધમકી આપવામાં આવે છે. આ દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ ૨પ જેટલા ગ્રામજન તા.૨૬/૨થી ઉપવાસ આંદોલન
શરૂ કરશે.