તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભચાઉમાં વેટના દરોડાની બીકે ૃચ્ ’વેપારીઓ ધડાધડ શટરો બંધ કર્યાં!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં વેટના દરોડાની બીકે ૃચ્/’વેપારીઓ ધડાધડ શટરો બંધ કર્યાં!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોકે, તોલમાપની ટીમ હોવાનું બહાર આવતાં હાશકારો અનુભવી દુકાનો ખોલી
તોલમાપની ટીમે તપાસમાં ભચાઉમાં ૪૪ હજારનો દંડ વસૂલ્યો
ભાસ્કર ન્યૂઝ. ભુજ
માર્ચ મહિ‌નો નજીક આવતાં જ વિવિધ ટેક્સ વિભાગોની ટીમો વેપારીઓ પર ઉતરી પડવા આતૂર બની છે, તેવા સમયે ભચાઉમાં આજે આવેલી તોલમાપની ટીમને ઇન્કમટેક્સની ટીમ ધારીને ભચાઉના વેપારીઓએ ધડાધડ શટરો બંધ કરવા માંડયાં હતાં. જોકે, બાદમાં આવેલી ટીમ તોલમાપની હોવાનું ખૂલતાં વેપારીઓએ દુકાનો ખોલી હતી. ભુજથી આવેલી ટીમે તપાસ ચાલુ કરી હતી, જેમાં અમુક વેપારીઓને દંડ કરી વસૂલાત
કરી હતી.
ભુજ તોલમાપ કચેરીના અધિકારી રાઠોડે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉમાં વેપારીઓ પાસેથી દંડરૂપે રૂા. ૪૪૧૦૦નો દંડ વસૂલ કરવામાં આવેલો છે, જેમાં વસ્તુઓના પેકેટ પર એમઆરપી ન હોવી, ઇલેક્ટ્રીકની વસ્તુઓ પર વિગતો ન હોવી તેમજ વજનકાંટા-છાપણી વગર નામ હોવા જેવી બાબતો પર દંડ વસૂલાયો હતો. માંડવી, ભુજ, આદિપુરની કચેરીઓની ટીમ બનાવીને કામગીરી કરાઇ હતી. ભચાઉ વેપારી એસોસિયેશનના પ્રમુખ હર્ષદભાઇ ઠક્કરે જણાવ્યું કે, આવેલી ટીમે ભચાઉ શહેરને બાનમાં લીધેલું હોય તેમ ભયના કારણે વેપારીઓએ દુકાનો બંધ કરી હતી, જેમાં ઘણા વેપારીઓને કનડગત પણ થયેલી તેમજ અમુક ગરીબ ફેરિયાઓ પાસેથી ખોટી રીતે દંડ વસૂલાયો હોવાનું જાણવા મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો