તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કચ્છ એસ.ટી.માં ૩૪ નવા કન્ડક્ટર જોડાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ એસ.ટી.માં ૩૪ નવા કન્ડક્ટર જોડાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી ભરતી બાદ ૧૪ કન્ડકટરની ઘટ રહેશે
ભાસ્કર ન્યૂઝ.ભુજ
ગુજરાતમાં નવા એક હજાર જેટલા કન્ડક્ટરની ભરતી કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં કન્ડક્ટરોની વર્તાતી અછત વચ્ચે ૩૪ નવા કન્ડક્ટર મળશે.
ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઇ છે, ત્યારે કચ્છ એસ.ટી. વિભાગને ૩૪ કન્ડક્ટર આપવામાં આવ્યા છે, તેવું એસ.ટી.ના વિભાગીય નિયામક ડી.એમ. જેઠવાએ જણાવ્યું હતું, તેઓએ જણાવ્યું હતું કે, નવા કન્ડક્ટરોને ગઇકાલે વિધિવત્ રીતે નિમણૂકપત્ર એનાયત કરી દેવાયા છે. કચ્છના મહેકમમાં ૬૦૦ જેટલા કન્ડક્ટરની જરૂરિયાત રહેતી હોય છે, તેની સામે નવી ભરતી થતાં હવે માળખાંમાં કન્ડક્ટરની કુલ સંખ્યા પ૮૬ પર પહોંચી છે અને હજી ૧૪ કન્ડક્ટરોની ઘટ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યના એસ.ટી. ડિવિઝનમાંથી ડ્રાઇવર-કન્ડક્ટરની સર્વાધિક ઓછી ઘટ કચ્છ
ડિવિઝનમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો