તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એલપીએસ ટુર્નામેન્ટમાં શ્રીરામ રોક્સનો વિજય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલપીએસ ટુર્નામેન્ટમાં શ્રીરામ રોક્સનો વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવક મંડળ દ્વારા યોજિત સુપર સિક્સમાં ૧૬ ટીમ જોડાઇ
ભાસ્કર ન્યૂઝ. ભુજ
લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવા મંડળ-ભુજ દ્વારા મિરજાપર સ્પો‌ર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીરામ રોક્સનો વિજય થયો હતો.
રામબાઇ લધા ચોપડા પરિવાર ટ્રસ્ટ સુપર સિક્સ ટુર્નામેન્ટનો સવારે સમાજના પ્રમુખ ગંગારામભાઇ રામાણી અને યુવા મંડળ તેમજ મહિ‌લા મંડળના હોદે્દારોના હસ્તે દીપ પ્રાગટયથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમે ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ શ્રીરામ રોક્સ અને ક્રિષ્ના કિંગ વચ્ચે રમાઇ હતી, જેમાં શ્રીરામ રોક્સનો વિજય થયો હતો.
ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ યોગેશ રામાણી, ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન પ્રવીણ લીંબાણી, બેસ્ટ બોલર નિલેશ પોકાર તેમજ ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ વિનય રંગાણીને દાતાઓના હસ્તે સન્માનિત કરાયા હતા. સમાપન સમારોહમાં લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ ગંગારામભાઇ રામાણી, કેન્દ્રીય સમાજના મહામંત્રી માવજીભાઇ ભગત, કચ્છ ઝોન યુવાસંઘના પ્રમુખ પ્રવીણભાઇ ધોળુ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મંડળના પ્રમુખ વિનોદભાઇ ભગતે મંડળ દ્વારા સમયાંતરે હાથ ધરાતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. સંચાલન રમેશભાઇ પોકારે કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો