તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કચ્છનાશિવાલયો કાલે ઓમ નમ: શિવાયના નાદથી ગુંજશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છનાશિવાલયો કાલે ઓમ નમ: શિવાયના નાદથી ગુંજશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી, ચારપ્રહરની પૂજા સહિ‌તના ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાશે
ભાસ્કર નેટવર્ક. ભુજ
કચ્છભરના શિવાલયો ગુરુવારે ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠશે. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે તા. ૨૭/૨ના શોભાયાત્રા, મહાઆરતી, ભજનસંધ્યા, ચારપ્રહરની પૂજા સહિ‌તના કાર્યક્રમો યોજાશે.
વડનગરા નાગર બ્રાણ જ્ઞાતિ
સોમનાથ મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર સવારે ૮ વાગ્યાથી તથા સાંજે ૬:૩૦ વાગ્યે સંગીતમય મહાઆરતી.
સલાટ જ્ઞાતિ-ભુજ
મહારૂદ્રી સવારે ૯થી ૧૨ વાગ્યે, મહાઆરતી સાંજે ૭:૩૦ વાગ્યે, રાત્રે ૯ વાગ્યે ચારપ્રહરની પૂજા તથા સમૂહફરાળ રાત્રે ૮ વાગ્યે.
ભુજ બ્રક્ષત્રિય જ્ઞાતિ પંચાયત
બ્રક્ષત્રિય સમાજના જ્ઞાતિજનોએ ભુજમાં નીકળનારી શોભાયાત્રામાં જોડાવા સવારે ૮:૩૦ વાગ્યે આપણા હિંગલાજ માતાજીના મંદિર પાસે એકત્ર થવું.
ધનેશ્વર મહાદેવ ((દરબારગઢ))
ધનેશ્વર મહાદેવ મંદિરે દરબાર ગઢમાં રાત્રે શિવભક્તો દ્વારા રાત્રિના ચારપ્રહર પૂજા થશે.
તર્પણેશ્વર મહાદેવ મંદિર
રોટરીનગર, ટોપહિ‌લ સોસાયટી વિસ્તારમાં આવેલી તર્પણેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી મુખ્ય યજમાન હની ટયૂન ઓરકેસ્ટ્રાના મયૂરભાઇ સોનીના સહયોગથી યોજાશે. રાત્રે ચારપ્રહરની પૂજા યોજાશે. ભુજ શોભાયાત્રામાં જોડાવા સવારે ૮:૩૦થી ૧૦ સુધી વિનામૂલ્યે વાહન વ્યવસ્થા તર્પણેશ્વર મંદિરેથી.
વૈજનાથ મહાદેવ મંદિર
તા.૨૭/૨ના વૈજનાથ મહાદેવ મંદિર, વૈજનાથ શેરી, ન્યૂમિન્ટ રોડ, પેરીસ બેકરી, ભુજ મધ્યે હિ‌માલય દર્શનની ઝાંખી.
જડેશ્વર મહાદેવ મંદિર-અંજાર
જડેશ્વર મહાદેવ મંદિર ટાઉન હોલ પાસે, અંજાર મધ્યે સવારે પ:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭ ભાંગનો પ્રસાદ, સાંજે પથી ૭ દરમિયાન શિવમહિ‌મ્ન સ્તોત્રમ્નું પઠન સાંજે ૭થી ૮ દરમિયાન મહાઆરતી, રાત્રે ૮:૧પ નૃત્યકાર શિવતાંડવ’ નૃત્યનો કાર્યક્રમ. રાત્રે ૯થી ૧૨:૩૦ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ તથા રાત્રિના ચારપ્રહરની આરતી.
ભચાઉ મંગલેશ્વર મંદિર
ભચાઉ જયમાતાજી ચોકમાં આવેલાં મંગલેશ્વર મંદિરમાં રાત્રે ૯થી ૧૧:૩૦ સુધી ચીરઇના ભજનિક તથા મંગલેશ્વર બાળમંડળ દ્વારા શિવધૂન.
ભચાઉ લોહાણા મહાજન
ભચાઉ લોહાણા મહાજનવાડીમાં સવારે ૬:૩૦થી ૮ સુધી ઓમ નમ: શિવાયની ધૂન તેમજ આખો દિવસ બર્ફિલા અમરનાથના દર્શન.
કાદિયા નાના-મોટામાં સંતવાણી
કાદિયા નાના-મોટામાં ચારપ્રહરની પૂજા અને સંતવાણી.
નખત્રાણા કલ્યાણેશ્વર મંદિર
નખત્રાણા કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી અને સવારે શોભાયાત્રા ૧૦ કલાકે.
માધાપર દશનામ ગોસ્વામી સમાજ
સવારે ૮ વાગ્યે ધીંગેશ્વર મહાદેવ ચોકથી શોભાયાત્રા નીકળશે, બપોરે ૧૨ કલાકે સમૂહપ્રસાદ, બાર્લામંદિર, પોલીસ ચોકી સામે, જૂનાવાસ-માધાપર મધ્યે.
કોઠારા કામેશ્વર મહાદેવ મંદિર
બપોરના ૨ વાગ્યે કામેશ્વર મંદિરથી મંગલેશ્વર મંદિર સુધી બાઇકરેલી, સાંજે ૭ વાગ્યે મહાઆરતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો