- Gujarati News
- કચ્છ યુનિ.માં ચોથા પદવીદાન ૃચ્ ’સમારંભમાં ૩૨૯૪ પદવી એનાયત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ યુનિ.માં ચોથા પદવીદાન ૃચ્/’સમારંભમાં ૩૨૯૪ પદવી એનાયત
૨૦ છાત્રને રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રક અપાયા
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા બે વર્ષ પછી યોજાયેલા આયોજિત ચોથા પદવીદાન સમારંભમાં ૨૦ જેટલા વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક તથા વિવિધ વિદ્યાશાખાના ૬૯૭૨ છાત્ર પૈકી હાજર રહેલા ૩૨૯૪ વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં
આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ ડો.કમલા બેનિવાલે રાષ્ટ્રના યુવકોને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં લાગી જવા જણાવી કચ્છ જિલ્લાએ નવનિર્માણની દિશામાં કદમ માંડયું છે, ત્યારે યુવાધન એવી શક્તિ છે કે જે કચ્છના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરી શકે છે. ગાંધીજીના આદર્શોને ટાંકીને નીતિમતા અને સારા ચારિત્ર્ય વિશે ઉદ્બોધન કર્યું હતું. સ્પર્ધાત્મક યુગમાં જ્ઞાન એક જ એવું અમોઘ શસ્ત્ર છે જે, મુશ્કેલ કામને પણ આસાન કરી દે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ડાયરેકટર ડો.પ્રદ્યુમન વ્યાસે કચ્છ યુનિ.ના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તેમની નિરાશા ખંખેરી આશાવાદી બનવું જોઇએ. કચ્છ સંસ્કૃતિ અને પરંપરાને દેશ-વિદેશના લોકો માણવા આવે છે, ત્યારે એ સંબંધો વધુ મજબૂત થાય તેના પર ભાર આપ્યો હતો.
શરૂઆતમાં કચ્છ યુનિ.ના કાર્યકારી ઉપકુલપતિ ડો.પ્રજ્ઞેશ દવેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, કચ્છ યુનિ. શરૂ થયાને એક દાયકો થયો છે, પરંતુ સારાં પરિણામો ઉપલબ્ધ થયાં છે. વિદ્યાર્થિનીઓ વધુ અભ્યાસ આ યુનિ.માં કરી રહી છે, જે ખૂબ આવકારદાયક છે. વિદ્યાર્થીઓના ઉત્સાહને યુનિ.ની તાકાત
જણાવી હતી.
રાજ્યપાલ જ્યારે પદવીદાન સમારંભના સ્થળે પહોંચી આવ્યાં, ત્યારે કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, સ્વામી વિવેકાનંદ અને ભારત માતાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે કચ્છ યુનિ.ના કાર્યકારી કુલસચિવ એમ.જી. ઠક્કર, ડો.તુષાર હાથી, પૂર્વ કુલપતિ ડો.કાંતિ ગોર, બાબુભાઇ શાહ, નગરપ્રમુખ હેમલતાબેન ગોર, શ્રવણસિંહ વાઘેલા ઉપસ્થિત હતા.