તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભુજ નગરપાલિકાની ટૂંકી’ સામાન્ય સભામાં ફરી થયો હંગામો : ભ્રષ્ટાચાર હાય હાય’ના સૂત્રોચ્ચાર સાથે વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ નગરપાલિકાની ટૂંકી’ સામાન્ય સભામાં ફરી થયો હંગામો : ભ્રષ્ટાચાર હાય હાય’ના સૂત્રોચ્ચાર સાથે વિપક્ષનો વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ ૨૦૧૪-૧પના અંદાજપત્ર પર ચર્ચા હાથ ધર્યા વિના પ મિનિટમાં જ સભા પૂર્ણ કરી દેવાતાં વિપક્ષે કર્યો ડખો
અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઢગલાબંધ પોલીસ ખડકી દેવાઇ હતી
ભાસ્કર ન્યૂઝ.ભુજ
ભુજ સુધરાઇમાં વર્ષ ૨૦૧૪-૧પના બજેટને મંજૂરી આપવા યોજાયેલી સામાન્ય સભામાં ફરી હોબાળો થયો હતો. સત્તાપક્ષે બજેટને બારોબાર જ સર્વાનુમતે બહાલી આપવાની જાહેરાત કરીને વિપક્ષની ચર્ચા કરવાની માંગ ઠૂકરાવતાં આ મુદ્ે સામસામે ફરી તકરાર થઇ હતી. જોકે, અગાઉની સામાન્ય સભાની જેમ મારામારી ન થાય, તે માટે આ સભામાં પહેલાંથી જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો, જેથી અનિચ્છનીય ઘટના કોઇ બની ન હતી.
નગરપતિ હેમલતાબેન ગોરે ૧૮ કરોડની પૂરાંતવાળાં ૯૩, પ૭, ૯૪, ૭૨૩, પ૩ના બજેટને સર્વાનુમતે બહાલી આપવાની જાહેરાત કરી હતી, જેની સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બજેટ પર ચર્ચા હાથ ધરવા માગણી કરી હતી. આ મામલે સામસામે ઉગ્ર
તકરાર થઇ હતી.
નગરસેવક હમીદ ભટ્ટીએ નગરપતિએ બજેટને બહાલી આપવાની વાત કરતાં કેટલાક મુદ્ા પર ચર્ચા કરવાની વાત મૂકતાં નગરપતિએ નનૈયો ભણી દીધો હતો, જેના પગલે કોંગ્રેસીઓએ સત્તાપક્ષની ચર્ચા ટાળવા પાછળ ભ્રષ્ટાચાર હોવાનો સૂર વ્યક્ત કરતાં હેમલતાબેને ચર્ચા માટે પાંચ મિનિટનો સમય આપવાની વાત કરતાં વિપક્ષે બજેટ પર ચર્ચા કરવાનો હક્ક કોઇ છીનવી ન શકે અને તે માટે કોઇ સમયપાબંદી હોતી નથી, આ રીતે પ મિનિટ સમય આપવાની વાતને વિપક્ષે બિનબંધારણીય ગણાવીને દેકારો કર્યો હતો. સત્તાપક્ષે કોંગ્રેસીઓની વાત ન સાંભળીને સામાન્યસભા પ મિનિટમાં પૂરી કરી દેઇ ચાલતી પકડતાં વિપક્ષે ભ્રષ્ટાચાર બંધ કરો, સત્તાપક્ષ સામે હાય-હાયના નારા લગાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો