તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભુજ આરઆર સેલે પાલનપુરમાં૧૨.૯૬ લાખનો દારૂ પકડયોૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ આરઆર સેલે પાલનપુરમાં૧૨.૯૬ લાખનો દારૂ પકડયોૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ભુજ આરઆર સેલની ટીમે પાલનપુરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. મંગળવારે સવારે રાજસ્થાન પાસિંગની ટ્રક જગાણા રોડ પર અટકાવીને તલાશી લેવામાં આવતાં એમાં વિદેશી દારૂના ૧૨૯૬૦ ક્વા‌ર્ટરિયાં ભરેલાં હતાં. આરોપીની પૂછપરછ કરતાં આ ટ્રક પંજાબથી રવાના થઈ હોવાનું બહાર આવ્યું હતું. કચ્છ બો‌ર્ડ‌ર રેન્જના ડીઆઇજી એ.કે. જાડેજાને મળેલી બાતમી પરથી મંગળવારે જગાણા રોડ પર ટ્રકને પકડી, એમાં રૂા.૧૨,૯૬,૦૦૦ની કિંમતનો દારૂનો જથ્થો મળ્યો હતો. આરોપી ડ્રાઇવર કુલવંતસિંગ સતનામસિંગ રાજપૂતની અટકાયત કરીને પૂછપરછ કરતાં આ જથ્થો તે પંજાબથી ભરીને લાવ્યો હોવાની કેફિયત આપી હતી. આ માલ કચ્છ તરફ આવતો હતો કે કેમ એની દિશામાં પોલીસે તપાસ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો