Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપરમાં યુવાને ગૃહકંકાસને લીધે ફાંસો ખાધો’ તો
પત્ની વચ્ચે ઘરેલુ સમસ્યાઓને કારણે અવાર-નવાર ઝઘડા થતા હોવાથી તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
ભાસ્કર ન્યૂઝ.ભુજ
રાપરના કથ્થડધાર વાડી વિસ્તારમાં યુવાને ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હતભાગી યુવાન અને તેની પત્ની વચ્ચે ઘરેલુ સમસ્યાઓને કારણે અવાર-નવાર ઝઘડા થતા હોવાથી તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર
આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાપરના ૪૦ વર્ષીય હિરાભાઈ લક્ષ્મણભાઈ વાંજાએ આત્મહત્યા કરી લીધી હતી. રવિવારે સાંજથી તે લાપતા હતો. સોમવારે બપોરે કથ્થડધારની સીમમાં આવેલાં એક ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં તે મળી આવ્યો હતો.
પીએસઆઇ એ.બી. પટેલે જણાવ્યું કે, મૃતકની પત્નીની પૂછપરછમાં એવું કારણ બહાર આવ્યું કે, તેની સાથે અવાર-નવાર ઝઘડો થતો હતો. ઘરકંકાસને લીધે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.