તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પૂર્વ કચ્છ પોલીસમાં બદલીના દોરમાં ૩ સિનિયર ડફકને જુનિયર કરી દેવાયા!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કચ્છ પોલીસમાં બદલીના દોરમાં ૩ સિનિયર ડફકને જુનિયર કરી દેવાયા!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વગદાર કર્મચારીઓને મળી જૂની મલાઈદાર જગ્યા
ભાસ્કર ન્યૂઝ. ભુજ
પૂર્વ કચ્છમાં તાજેતરમાં થયેલી બદલીના દોરમાં કેટલાક કર્મચારીઓ તેમની જૂની મલાઈદાર જગ્યાઓ પર આવી ગયા છે, તો બીજીતરફ આ પોલીસ વિભાગમાં ત્રણ પોલીસ સ્ટેશનના સિનિયર ફોજદારને જુનિયરનું પોસ્ટિંગ આપી દેવાતાં પોલીસ વર્તુળમાં પણ આશ્ચર્યના વમળ સર્જા‍યાં હતાં.
પોલીસ બેડામાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં પૂર્વ કચ્છમાં નવા એસપી આવતાં તેમણે કર્મચારીઓની બદલી હાથ ધરી હતી. આ આંતરિક બદલીના ઘાણવામાં અંજારના પીએસઆઇ એ.એમ. મકવાણા((જેમને સોમવારે સામખિયાળી મૂકવામાં આવ્યા)), સામખિયાળીના પીએસઆઇ એ.વાય. પટેલ અને આડેસરના પીએસઆઇ એન.ડી. ગોસ્વામીને જુનિયર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યા છે, તેમના સ્થાને અનુક્રમે એચ.એચ. ઝાલા, એસ. કે. મહેતા અને સી.બી. પરમારને નીમવામાં આવ્યા છે.
આ ઉપરાંત અગાઉ એસપી મિશ્ર દ્વારા મોટાપાયે બદલીથી જેઓ પોતાની માનીતી જગ્યાથી દૂર થયા હતા, તેમાંથી કેટલાક ફરી તેમના કસદાર સ્થળે પુન: આવી ગયા છે. પોલીસ વર્તુળોમાંથી એવું પણ જાણવા મળે છે કે, ડ્રાઇવરોની બદલી પણ પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન થઈ, જ્યારે જાપ્તા પાર્ટીના ડ્રાઇવરોને બદલી
મળતી નથી.
વળી, તમામ પોલીસ સ્ટેશનથી બદલી ઇચ્છનારા કર્મચારીઓના નામ મગાવવામાં આવતાં ૧૩૦ની યાદી આપવામાં આવી હતી, એવા કર્મચારીઓને બદલી ન મળી અને વગદારો ફાવી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો