• Gujarati News
  • કાયદો વ્યવસ્થા જાળવવા તંત્રે ૮ જાહેરનામા બહાર પાડયાં

કાયદો વ્યવસ્થા જાળવવા તંત્રે ૮ જાહેરનામા બહાર પાડયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, ત્રાસવાદી કે અસામાજિક તત્ત્વો, જાહેર સલામતી કે શાંતિનો ભંગ ન કરે, ગુનાઓ પર અંકુશ આવે એવા વિવિધ હેતુસર કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દર મહિ‌ને કે સમયાંતરે બહાર પાડવામાં આવે છે, એવાં આઠ જાહેરનામા સોમવારે એક જ દિવસમાં જારી કરાયાં હતાં.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલાં આ જાહેરનામાઓ અનુસાર ((૧)) કચ્છના તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ અને લોજમાલિકોએ તકેદારીના પગલાઓનો ચૂસ્ત અમલ કરવો, ((૨)) બેંકો, પેટ્રોલ પમ્પ, વાઇટલ ઇન્સ્ટોલેશન , ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપિંગ સેન્ટ‌ર્સ અને જ્વેલ‌ર્સ સહિ‌તની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવા, ((૩)) દરેક ટ્રાન્સપો‌ર્ટ‌ર્સે કામે રાખેલા રાજ્ય બહારના ડ્રાઇવર ક્લીનરોની વિગત સંબંધીત પોલીસ મથકોએ નોંધાવવી, ((૪)) ઔદ્યોગિક એકમોએ તેમના લેબર કોન્ટ્રાકટરની-તેના દ્વારા કામે રાખેલા મજૂરોની તમામ માહિ‌તી ગાંધીધામ-ભુજના મદદનીશ મજૂર કમિશનર કે બન્ને જિલ્લાના પોલીસ અધિક્ષકો સમક્ષ નિયમિત નોંધાવવી, ((પ)) મોબાઇલ ફોન સર્વિ‌સ પ્રોવાઇડર કંપનીએ, ડિસ્ટ્રીબ્યુટ‌ર્સ, જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓએ સિમકા‌ર્ડ‌ની ખરીદી અને વેચાણની કા‌ર્ડ‌ નંબર, ગ્રાહકના નામ, એરિયા સહિ‌તની બધી વિગતનું રજિસ્ટર રાખી આ માહિ‌તી નજીકના પોલીસ મથકે નિયમિત આપવાની રહેશે. ((૬)) એ જ રીતે જૂના મોબાઇલ લે-વેચ કરનારા વેપારીઓએ લેનારા-ખરીદનારાની માહિ‌તી રાખવી, ((૭)) જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મકાનમાલિકે પોતાની તથા ભાડૂઆતની બધી વિગત નજીકના પોલીસ મથકમાં નોંધાવવી તથા ((૮)) નવા-જૂના મોટરસાઇકલ, સ્કૂટર, મોપેડ, સાઇકલની લે-વેચ કરતા વેપારીઓએ લે-વેચના દસ્તાવેજી પુરાવા બધા હુકમોનો ભંગ કે ઉલ્લંઘન કરનારા શિક્ષાને
પાત્ર ઠરશે.