• Gujarati News
  • મને એસએમએસ કરશો તો પણ પ્રશ્ન હલ કરીશ : ગોહિ‌લ

મને એસએમએસ કરશો તો પણ પ્રશ્ન હલ કરીશ : ગોહિ‌લ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદારોનો આભાર માનવા નલિયા ખાતે ધારાસભ્ય શક્તિસિંહ ગોહિ‌લે યોજી સભા
ભાસ્કર ન્યૂઝ. ભુજ
આ વિસ્તારની કોઇપણ વ્યક્તિ મને ફોન કરશે અથવા એસએમએસ કરીને પણ પોતાની સમસ્યા જણાવશે તો પણ તેની સમસ્યા હું હલ કરીશ, મારો નંબર નોંધી લો, હું તમારો સેવક છું, એટલે ગમે ત્યારે મને ફોન કરજો, હું તમારી સેવામાં હાજર રહીશ તેવું આજે અબડાસા વિસ્તારન મતદારોના આભાર માનવા નલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શક્તિસિંહ ગોહિ‌લે જણાવ્યું હતું.
સવારે પ્રથમ રાતાતળાવ ખાતે માતાના દર્શન કર્યા બાદ ૨૦૦ બાઇક સાથેની રેલી સાથે ગોહિ‌લ સભા સ્થળ સુધી પહોંચ્યા હતા, જ્યાં તેઓનું અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગોહિ‌લે જણાવ્યું હતું કે, હું સિદ્ધાંત સાથે લડીશ, હું કિન્નાખોરી રાખવામાં માનતો નથી, પણ જો મારા કાર્યકરોને કોઇ હેરાન કરશે તો લાલઆંખ કરતાં વાર નહીં કરું. હું દરમાસના પ્રથમ શનિવારે નલિયા ખાતે, ૩જા શનિવારે ભુજ ખાતે રહીને જિલ્લાના પ્રશ્નો હલ કરીશ, જ્યારે અબડાસા, લખપત, નખત્રાણા એ ત્રણે સ્થળ પર રૂટ ગોઠવીને પ્રશ્નો સાંભળવા આવતો રહીશ. નર્મદાનું પાણી આ ત્રણે તાલુકાને મળી રહે તેવા મારા પ્રયાસો રહેશે. આ કાર્યક્રમમાં આદમ ચાકી, સ્થાનિક આગેવાનો અંજુમભાઇ, ઇબ્રાહીમભાઇ મંધરા, ઇકબાલ ભાઇ વગેરે હાજર રહ્યા હતા.