• Gujarati News
  • કચ્છમાં ત્રણ સ્થળેથી ~પ.૨પ લાખની ચોરીજિલ્લામાં તસ્કરોના આવ્યા અચ્છે દિન’ : પોલીસને પણ ન મૂકી

કચ્છમાં ત્રણ સ્થળેથી ~પ.૨પ લાખની ચોરીજિલ્લામાં તસ્કરોના આવ્યા અચ્છે દિન’ : પોલીસને પણ ન મૂકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
અંજારમાં આવેલા દબડા વિસ્તારમાં એક નિવૃત્ત પોલીસ કર્મચારીના નવા બની રહેલા ઘરમાંથી રૂા.૪.૭૦ લાખની તસ્કરી થતાં પોલીસ તંત્રમાં દોડધામ વ્યાપી ગઈ હતી.
દબડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત એએસઆઇ સાજણ સૂરા આહિ‌રના ઘરમાંથી ચોરીનો બનાવ રવિવારે મોડી રાત્રિથી સોમવાર સવાર દરમિયાન બન્યો હતો. કોઇ શખ્સોએ તેના ઘરની ગ્રીલ તોડીને બારીમાં ઘૂસી કબાટની તિજોરીમાંથી રૂા.૪.૮૦ લાખના ૨૪ તોલા સોનાના દાગીના તેમજ રૂા.૨૦૦ના ચાંદીના સાંકળાની તસ્કરી કરી હતી. સાજણભાઈએ કોન્ટ્રાક્ટર બાબુભાઈ લુહારના મજૂરો પર શંકા દર્શાવતાં પોલીસે એ દિશામાં તપાસ આગળ વધારી છે. નિવૃત્ત પોલીસ કર્મચારી તેમના પરિવાર સાથે ઓસરીમાં સૂતા હતા, એ દરમિયાન ચોરી થઈ હતી.