• Gujarati News
  • દહેજ ભૂખ્યા સાસરિયાથી કંટાળી ૃચ્ ’રાપરમાં મહિ‌લાનો આપઘાત

દહેજ ભૂખ્યા સાસરિયાથી કંટાળી ૃચ્/’રાપરમાં મહિ‌લાનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇને જાણ કર્યા વિના બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી નખાયા !
મરવા મજબૂર કરવાની સાથે પુરાવાનો નાશ કર્યાનો પણ ગુનો નોંધાયો
પતિ, સાસુ-સસરા સહિ‌ત છ લોકો કાનૂની સકંજામાં
ભાસ્કર ન્યૂઝ.ભુજ
રાપરમાં સાસરિયા તરફથી દહેજની માગણી કરીને ત્રાસ આપવામાં આવતાં એક મહિ‌લાએ મરવા માટે મજબૂર થવું પડયું હતું, તેણે આત્મહત્યા કરી લીધા બાદ કોઇને જાણ પણ કરવામાં આવી નહીં અને બારોબાર અંતિમવિધિ કરી પુરાવાનો નાશ કરી નાખવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ બનાવ વિશે રાપર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, તા.૨૪/પના રાપરના રવેચીનગરમાં રહેતા અનિરુદ્ધસિંહ શિવુભા વાઘેલાની પત્ની નીતાબાએ આપઘાત કર્યો હતો, તેને માવતરેથી કરિયાવરમાં દાગીના લઇ આવવા મુદ્દે તેના પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા મેણા-ટોણા મારવામાં આવતાં હતાં, એનાથી ત્રાસીને છેવટે મૃત્યુનો માર્ગ અપનાવી લીધો હતો. બાદમાં બે દિયરે સગા-સંબંધીને જાણ કર્યા વિના જ મૃતદેહને અિગ્નદાહ આપી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. પોલીસે મૃતક નીતાબાના ભાઈ બાલુભા રાણુભા જાડેજા ((રહે. ભરૂડિયા))ની ફરિયાદ પરથી હતભાગીના પતિ અનિરુદ્ધસિંહ વાઘેલા, સાસુ અમૃતબા, સસરા શિવુભા જેસાજી, નણંદ પપીબા નારૂભા જાડેજા ((રહે. કાનમેર)) અને દિયરો કનુભા તથા નવુભા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ ચલાવતા પીએસઆઇ વી.એલ. ગાગિયાએ જણાવ્યું કે, સાતેક વર્ષનો લગ્નગાળો ધરાવતી મહિ‌લાને સંતાનમાં છ વર્ષનો દીકરો છે. મહિ‌લાએ જાતે સળગીને આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. આરોપીઓએ કોઇને જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર કરી પુરાવાનો નાશ કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેની તપાસ હજી ચાલી રહી છે.