• Gujarati News
  • ભુજમાં પારો ૪૨ ૃચ્ ’ડિગ્રીએ પહોંચતાં ૃચ્ ’લોકો શેકાયા

ભુજમાં પારો ૪૨ ૃચ્/’ડિગ્રીએ પહોંચતાં ૃચ્/’લોકો શેકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા એરપો‌ર્ટ ૪૨.૬ ડિગ્રી સાથે જિલ્લામાં સૌથી ગરમ
ભાસ્કર ન્યૂઝ.ભુજ
રાજ્યમાં બે દિવસ હિ‌ટવેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે, ત્યારે વીતેલા ૨૪ કલાકમાં ભુજમાં ગરમીનો પારો ૩ ડિગ્રી ઉંચકાઇને ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે કંડલા એરપો‌ર્ટમાં જિલ્લામાં સૌથી ઉંચું ૪૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.કંડલા એરપો‌ર્ટ((ગળપાદર))થી દસેક
...અનુસંધાન પાના નં. ૬
કિ.મી. દૂર આવેલા કંડલા બંદરીય વિસ્તારમાં પારો પ ડિગ્રી જેટલો નીચો રહેતાં પો‌ર્ટમાં ૩૭ ડિગ્રી ગરમી રહી હતી, જ્યારે નલિયા ખાતે ૩પ.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં થોડા દિવસ સુધી ગરમીમાં રાહત રહ્યા પછી ફરી તાપમાન વધી જતાં લોકોએ લૂનો અનુભવ કર્યો હતો. ભુજમાં રવિવારે રજા હોવાથી લોકોએ ગત રવિવારની જેમ જ દિવસના સમયે ઘરમાં જ રહેવાનું મુનાસીબ માન્યું હતું. સાંજે થોડી ટાઢક’ થતાં સહપરિવાર ફરવા નીકળ્યા હતા.