• Gujarati News
  • સ્વતંત્રતા કોઈની સામે ઝેર ફેલાવવા માટે નથીૃચ્ ’

સ્વતંત્રતા કોઈની સામે ઝેર ફેલાવવા માટે નથીૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાન છે અને તેને લાયકાતના આધારે નોકરી મળી છે. ઇન્ટરનેટનો તો એ કીડો છે અને કોમ્પ્યુટર પર તેની સ્પીડ તો એવી છે કે દરેક કંપની એવું ઈચ્છશે કે તેનો કર્મચારી આવો જ હોવો જોઈએ. બેંગલોરની કેડ્સ સ્ટુડેક ટેકનોલોજીસમાં કામ કરવાનો તેને ગર્વ પણ છે. આપણે વાત કરી રહ્યા છીએ મુકેશ ચૌધરીની, બેંગલોર માટે તે બહારનો છે પણ કંપનીમાં સારા કર્મચારી તરીકે તેને ઓળખવામાં આવે છે. ખબર નહીં કોણે તેના મગજમાં કોઈ એક ચોક્કસ સમુદાય પ્રત્યે ઝેર ભરી દીધું કે તેણે એના પ્રભાવ હેઠળ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ સમુદાય વિશે વાંધાજનક કમેન્ટ કરી દીધી.
આ એક એવું કામ છે જે કદાચ બેવકૂફ વ્યક્તિ પણ કરતા પહેલાં બે વખત વિચાર કરશે. અત્યંત વાંધાજનક રીતે મુકેશે લખ્યું હતું કે, બેંગલોર આજે જે પણ છે તે અમારા જેવા બહારના લોકોને કારણે છે, નહીં તો આજે પણ અહીં જંગલ જ હોતું જ્યાં......રસમ, સંભાર ખાઈ રહ્યા હોત.’ તેના ફેસબુક પેજ પર બીજી પણ અનેક વાંધાજનક કમેન્ટ્સ છે, જેને અહીં લખી શકાય એમ નથી. મુકેશની આ મૂર્ખતાભરી પોસ્ટોને કોઈએ પોતાના સર્કલમાં શેર કરી દીધી અને ત્યાંથી તે મુકેશની કંપનીની પાસે પહોંચી ગઈ. કંપની તુરંત સક્રિય થઈ, તેણે પોતાના કર્મચારી વતી માત્ર માફી જ માગી નહીં પણ મુકેશને બરતરફ પણ કરી દીધો.
મુકેશને સસ્પેન્ડ કરવાની જાણકારી કંપનીએ અન્ય તમામ કર્મચારીઓને મેલ કરીને આપી દીધી જેથી કોઈ ફરી આ પ્રકારનું કામ કરે નહીં.
એક વાત સ્પષ્ટ છે કે કેટલાક યુવાનોએ સોશ્યલ સાઇટ્સને ફ્રી ટૂ ઓલ પ્લેટફોર્મ’ ધારી લીધું છે. આ સમજને કારણે જ તેઓ હદ વટાવે છે અને કંઈક એવું કરી બેસે છે જેને સભ્ય સમાજમાં સ્વીકારી શકાય નહીં. લોકસભાની ચૂંટણીમાં પણ સોશિયલ સાઇટ્સ પરના પ્રચાર દરમિયાન એવા અનેક ગ્રુપો હતા જેમણે નેતાઓ વિશે ઝેર ફેલાવ્યું હતું. હકીકતમાં આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ઇન્ટરનેટ માટે કોઈ આચારસંહિ‌તા નથી. કેટલીક કંપનીઓ જો કે આ માટેની ગાઇડલાઇન્સ બનાવી છે તથા કેટલીક જગ્યાએ એચઆર દ્વારા નવા કર્મચારી પાસે સોશિયલ સાઇટ્સ પર વાંધાજનક લખાણ નહીં લખે એવું લખાણ પણ લેવામાં આવે છે.
ટેક્નોલોજીએ જગતને નાનું કરી દીધું છે તેના થકી તમે કોઈની પણ સાથે જોડાઈ શકો છો પણ યાદ રાખો કે તમે દરેકની નજરમાં છો.
ફંડા એ છે કે આમ તો સોશિયલ સાઇટ્સનો દાવો હોય છે કે ત્યાં યૂઝ‌ર્સની પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે છે પણ તેમ છતાં તે કોઈની વિરુદ્ધ ઝેર ફેલાવવા માટેનું ફ્રી ટૂ ઓલ પ્લેટફોર્મ બની શકે
નહીં.