હલચલ : ૦૧

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલે દિન-પ્રતિદિન મોંઘવારીનું પ્રમાણ વધતું જાય છે અને તે સાથે સમસ્ત સમાજના વૃદ્ધોની શારીરિક પરિસ્થિતિ બગડતી જાય છે. તેમની આર્થિ‌ક પરિસ્થિતિ એટલી બધી ખરાબ બનતી જાય છે કે, તેમના તેમના સંગા-સંબંધી સાચવવા પણ તૈયાર નથી. વધુમાં તેમના રહેણાકના ઘરો એટલાં બધાં નાના હોય છે કે, તેમના વડીલોને પણ ઘરોમાં રાખી શકે તેવા મોટા નથી હોતાં તેમજ તેમની આર્થિ‌ક આવકનું સાધન ખૂબ જ મર્યાદામાં હોય છે કે, તેમના કુટુંબનું ભરણ-પોષણ પણ માંડ-માંડ કરી શકતા હોય છે. આમ, ચારે બાજુના તેમના સંજોગો પણ અતિશય મુશ્કેલ હોય છે. દીનોદ્ધાર માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી સમસ્ત સમાજના સાધન સંપન્ન ભાઇ-બહેનોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે, આપને ત્યાં આવતા આપના બાળકોના સગપણ પ્રસંગોએ જન્મ દિવસના પ્રસંગોએ, લગ્નના પ્રસંગોએ તથા આપના બાળકોને ત્યાં આવતા અન્ય શુભ પ્રસંગોએ સમાજમાં આપણુ સારું લાગે તે માટે હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખીએ છીએ, પરંતુ ઉપરના આપણા વડીલોના હિ‌તાર્થે તેમને આત્મીય શાંતિ મળે અને આપની લક્ષ્મીનો સદુપયોગ થાય તથા તેમના આપને મૂક આર્શીવાદ મળે તે માટે સાર્વજનિક વૃદ્ધાશ્રમ ઊભું કરવા માટે દાન આપવા આપને આ ટ્રસ્ટ તરફથી વિનંતી કરવામાં આવે છે.
- એમ.એમ. ખંડોલ, ભુજ