• Gujarati News
  • નખત્રાણામાં ગાયત્રી મહાયજ્ઞ ૃચ્ ’નિમિત્તે નીકળી શોભાયાત્રા

નખત્રાણામાં ગાયત્રી મહાયજ્ઞ ૃચ્/’નિમિત્તે નીકળી શોભાયાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસ સુધી ગાયત્રી શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ભાસ્કર ન્યૂઝ.નખત્રાણા
નખત્રાણા ખાતે ગાયત્રી શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના પ્રથમ દિવસે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં પ૦થી વધુ બાળાએ કળશ ધારણ કર્યા હતા.
સંત શાંતિદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, બાદમાં દિલીપ રાજ કાપડીએ આશીવર્ચન આપ્યા હતા, ત્યાર બાદ ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવની શોભાયાત્રા નખત્રાણાની મુખ્ય બજારના ઠાકર મંદિરથી કાઢવામાં આવી હતી, જેમાં પ૦થી વધુ બાળાએ કળશ ધારણ કર્યા હતા.
અદિતી નિતિનભાઇ ઠક્કરના સૌજન્યથી યોજાયેલા ગાયત્રી શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નખત્રાણા ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઠાકર મંદિરથી નીકળેલી શોભાયાત્રા ઉમિયાનગરમાં આવેલાં ગાયત્રી મંદિરે પૂર્ણ થઇ હતી. આ કાર્યક્રમની તમામ કામગીરી નિતિનભાઇ ઠક્કર ઉઠાવી રહ્યા છે.