• Gujarati News
  • વિથોણમાં ઉજવાયો વિશ્વ મેલેરિયા દિવસ

વિથોણમાં ઉજવાયો વિશ્વ મેલેરિયા દિવસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
નખત્રાણા તાલુકાના વિથોણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી
કરાઇ હતી.
મેલેરિયા દિવસ નિમિત્તે કેન્દ્રના મેડિકલ ઓફિસર મનોજ કપૂરે મેલેરિયા રોગ તથા તેના અટકાયતી પગલાંની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં એમ.યુ. અબોટી અને પી.જી. દાફડા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા સર્વે ગ્રામજનોને મચ્છરદાનીના ઉપયોગ વિશે તથા સ્વાઇન ફ્લુ અંગે જાણકારી
અપાઇ હતી.
ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં મેલેરિયા રોગથી બચવા લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફે માહિ‌તી આપી હતી અને મચ્છરદાનીનો ઉપયોગ વધારવા લોકોને અપીલ કરાઇ હતી.