• Gujarati News
  • જગતમાં સંતાપ હરનારી ૃચ્ ’વ્યક્તિ સાચા અર્થમાં ૃચ્ ’ભાગીરથી સમાન છે

જગતમાં સંતાપ હરનારી ૃચ્/’વ્યક્તિ સાચા અર્થમાં ૃચ્/’ભાગીરથી સમાન છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇયાનગરમાં રંગ જમાવે છે ભાગવત કથા
ભાસ્કર ન્યૂઝ.ભુજ
જીવનમાં અન્ય લોકોના સંતાપ હરનારી વ્યક્તિ જ સાચા અર્થમાં ભાગીરથી સમાન છે. તેવું ભુજની આઇયાનગર ખાતે ચાલતી કથામાં જણાવાયું હતું.
સ્વ.ઝવેરીલાલ શિવજી પ્રાગજી બુદ્ધભટ્ટી પરિવારની શ્રીમદ્ ભાગવત કથામાં નંદ મહોત્સવ ઉત્સાહભેર શ્રોતાઓના વિશાળ સમુદાય વચ્ચે ઉજવાયો હતો. ગાગોદરના જાણીતા ભાગવતાચાર્ય નવલશંકર રાજગોરના વ્યાસાસને યોજાયેલી આ કથામાં ભાગવતને જગતના તાપ-ઉતાપ-સંતાપ હરનારી ભાગીરથી તરીકે મૂલવવામાં આવી હતી.
કૃષ્ણ પ્રાગટય પ્રસંગે ગ્રામ્ય આહિ‌ર કન્યાઓ અને શહેરની બહેનોના રાસે ખૂબ આકર્ષણ જમાવ્યું હતું.પરિવારના મોભી રસિકભાઇ તથા તેમના ભાઇઓ અર્વ મદનભાઇ, હરેશભાઇ, હર્ષદભાઇ તથા ચંદ્રકાંતભાઇએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કથા મંચનનું સંચાલન કનુભાઇ જોષી સંભાળી રહ્યા છે. આ તબક્કે હાસ્ય ક્લબ તરફથી રસિક બુદ્ધભટ્ટીને પ્રતીક ભેટ અપાઇ હતી. સનાતન ધર્મપ્રેમીઓમાં આઇયાનગર ખાતે આયોજિત ભાગવત કથાએ આકર્ષણ
જમાવ્યું છે.