• Gujarati News
  • સુખાધિકારીના ભોગના દાવામાં મનાઇહુકમૃચ્ ’ભુજ : શહેરના મહમદ ઝકરિયા મેમણનું મકાન કેમ્પ એરિયામાં

સુખાધિકારીના ભોગના દાવામાં મનાઇહુકમૃચ્/’ભુજ : શહેરના મહમદ ઝકરિયા મેમણનું મકાન કેમ્પ એરિયામાં આવેલું છે, તે મકાનની દક્ષિણ બાજુએ પ્રતિવાદી બાબુભાઇએ ઉર્ફે મહમદહુસેન સુમરાનું દબાણવાળી જમીન પર મકાન આવેલું છે. વાદીના મકાનની છતની બાજુએ પ્રતિવાદીના મકાનની લગોલગ મકાનની દીવાલ સળંગ આવેલી છે, જે દીવાલમાં પ્રતિવાદીની છતના આંગણા તરફ ગેરકાયદે રીતે બારી કાઢવા કોશિશ કરતાં વાદીએ પોતાના પ્રાયવંશી તથા સુખાધિકારીઓ ભોગ બનવો પડતો હોઇ આથી તે કાર્યવાહી સામે વાંધા ઉઠાવતાં પ્રતિવાદીએ વાદી સાથે ધાકધમકી કરી હતી, જે અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી તેમ છતાં મિલકતને નુકસાન પહોંચાડવાના ઇરાદાએ ગેરકાયદે રીતે બારી કાઢવાની તજવીજ કરતાં, આથી પ્રતિવાદી વિરુદ્ધ સુખાધિકારીનો ભોગ બનવા અંગેનો ભુજની અદાલતમાં દાવો કર્યો, ભુજની અદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ

સ્વ.ઝવેરીલાલ શિવજી પ્રાગજી બુદ્ધભટ્ટી પરિવારની શ્રીમદ્ ભાગવત કથામાં નંદ મહોત્સવ ઉત્સાહભેર શ્રોતાઓના વિશાળ સમુદાય વચ્ચે ઉજવાયો હતો. ગાગોદરના જાણીતા ભાગવતાચાર્ય નવલશંકર રાજગોરના વ્યાસાસને યોજાયેલી આ કથામાં ભાગવતને જગતના તાપ-ઉતાપ-સંતાપ હરનારી ભાગીરથી તરીકે મૂલવવામાં આવી હતી. કૃષ્ણ પ્રાગટય પ્રસંગે ગ્રામ્ય આહિ‌ર કન્યાઓ અને શહેરની બહેનોના રાસે ખૂબ આકર્ષણ જમાવ્યું હતું.પરિવારના મોભી રસિકભાઇ તથા તેમના ભાઇઓ અર્વ મદનભાઇ, હરેશભાઇ, હર્ષદભાઇ તથા ચંદ્રકાંતભાઇએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કથા મંચનનું સંચાલન કનુભાઇ જોષી સંભાળી રહ્યા છે. આ તબક્કે હાસ્ય ક્લબ તરફથી રસિક બુદ્ધભટ્ટીને પ્રતીક ભેટ અપાઇ હતી. સનાતન ધર્મપ્રેમીઓમાં આઇયાનગર ખાતે આયોજિત ભાગવત કથાએ આકર્ષણ જમાવ્યું છે.