• Gujarati News
  • ભુજમાં પુત્રને મળવાની ૃચ્ ’ઝંખનામાં માતાનો આપઘાત

ભુજમાં પુત્રને મળવાની ૃચ્/’ઝંખનામાં માતાનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નજીવન અંગે કો‌ર્ટમાં કેસ ચાલતો હોવાથી સાત વર્ષીય પુત્ર કો‌ર્ટે પતિને સોંપ્યો હતો અને તે મળવા દેતો નહોતો
ભાસ્કર ન્યૂઝ.ભુજ
શહેરમાં દીકરાને મળવા ઝંખતી માતાએ શરીરે આગ લગાવીને જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી હતી. સોમવારે બપોરે મહિ‌લાએ પગલું ભર્યા બાદ સારવાર દરમિયાન રાત્રે તેણે છેલ્લા શ્વાસ લેતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, તેના લગ્નજીવન અંગે કો‌ર્ટમાં કેસ ચાલતો હતો. કો‌ર્ટના હુકમથી દીકરો પતિ પાસે હતો. પતિ દીકરા સાથે તેને મળવા
દેતો નહોતો.
આ બનાવ વિશે પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, શહેરમાં નવાં સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી લોહાણા બોર્ડિંગ પાસે રહેતી ૩૨ વર્ષીય ઇશિતા બાલમુકુંદ વ્યાસે સોમવારે બપોરે સાડા બાર વાગ્યે અિગ્નસ્નાન કર્યું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં રાત્રે જ તેમણે સારવાર દરમિયાન આંખો
મીંચી દીધી હતી.
આ બનાવની તપાસ ચલાવતા એએસઆઇ કે.પી. પટેલે જણાવ્યું કે, હતભાગી મહિ‌લા અને તેના પતિનો કો‌ર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સાત વર્ષીય દીકરો કો‌ર્ટે પતિને સોંપ્યો છે,મહિ‌લા તેના દીકરાને મળવા માગતી હતી, પણ કો‌ર્ટે પુત્ર અંગે તેના પતિને અખત્યાર આપ્યો હોવાથી દીકરા સાથે એને મળવા દેતો નહોતો. આ મુદ્દે મનમાં લાગી આવતાં ઇશિતાબેને આત્મઘાતી પગલું ભરી લીધું હતું.