• Gujarati News
  • મુન્દ્રામાં પ્રેમ લગ્ન ૃચ્ ’કરનારી ભત્રીજીને ૃચ્ ’કાકાએ ધમકી આપી

મુન્દ્રામાં પ્રેમ લગ્ન ૃચ્/’કરનારી ભત્રીજીને ૃચ્/’કાકાએ ધમકી આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
મૂળ જામનગર જિલ્લાની અને હાલ પ્રેમ લગ્ન કરીને મુન્દ્રામાં ઠરીઠામ થયેલી એક યુવતીને તેના કાકાએ ફોન કરીને ખૂનની ધમકી ઉચ્ચારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
મુન્દ્રા પોલીસના સૂત્રોએ પારુલબેન મોમાયાભાઈ ઔદિચ્ય બ્રાણની ફરિયાદ ટાંકીને જણાવ્યું કે, સોમવારે સવારે પોણા અગિયાર વાગ્યે તેને ૭૮૦૧૮૨૯૯૮૮ ફોન નંબર પરથી કોલ આવ્યો કે, હું તારો કાકો બોલું છું, તું પ્રેમ લગ્ન કરીને ભલે ભાગી ગઈ, પણ તને ગમે ત્યાંથી ગોતીને મારી નાખીશ.
આ પ્રકારની ધમકીભર્યા ફોનથી યુવતી ભયભીત બની ગઈ હતી, તેણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પારુલબેને વર્ષ ૨૦૧૧માં લવ મેરેજ કર્યા બાદ તેમના પરિવાર સાથે ઝઘડા થતા રહેતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.