• Gujarati News
  • રાપરમાં ૨પ કરોડના ખર્ચે થશે ૃચ્ ’સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ

રાપરમાં ૨પ કરોડના ખર્ચે થશે ૃચ્/’સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બળદિયા
સ્વામિનારાયણ ભગવાનના કચ્છ વિચરણ દરમિયાન વાગડ પ્રાંતમાં આવેલાં ગામોમાં સામાજિક સુધારા કરીને સત્સંગીઓને સુખાકારી બક્ષી છે. રાપરમાં સામંતસિંહ સરવૈયાના દરબાર ગઢમાં નિવાસ દરમિયાન તેઓએ નાગસર અને અંઢસર તળાવમાં સ્નાન કરીને તેઓએ પવિત્રતાના પગલાં પાડયાં છે.
આજથી ૨૦૦ વર્ષ પહેલાં રોપાયેલા સત્સંગના બીજ હવે વટવૃક્ષ બનવા તરફ જઇ રહ્યાં છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના અગાઉના મહંત સ્વામીઓ તેમજ હાલના મહંત સ્વામી ધર્મનંદનદાસજી તથા સદ. પ્રેમપ્રકાશદાસજી, બાલકૃષ્ણદાસજી તથા સંતવૃદોના પ્રયત્નોથી વાગડના સત્સંગમાં સૂર્યોદય થઇ રહ્યો છે. દુરગામી એવા આ વિસ્તારમાં સત્સંગ દ્વારા વ્યસન મુક્તિ, સદાચાર, શિક્ષણ માટે ગુરુકુળ આદિ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વાગડના સત્સંગને વધુ વેગ મળે તે માટે રાપર શહેરમાં પાંચ એકર જમીન પર ભવ્ય શિખરબંધ મંદિરનું બાંધકામ જોરશોરથી ચાલી રહ્યું છે. ભૂકંપમાં ધ્વસ્ત થયા પછી હંગામી પતરાંના શેડમાં પણ સત્સંગની પ્રણાલિ ચાલુ રહી હતી. હરિભક્તોના આગ્રહથી ૨પ કરોડના ખર્ચે આજે મંદિર બંધાઇ રહ્યું છે, જેમાં ભચાઉ-રાપર વિસ્તાર માટે આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેવું નિર્માણકાર્ય કરાવી રહેલા સંતોએ જણાવ્યું છે.
ભુજ નરનારાયણ દેવ તાબા હેઠળનું આ મંદિર લાલ પથ્થરથી બનાવવામાં આવશે. હનુમાનજી, ગણપતિ સમેત પાંચ ભવ્ય શિખરવાળું આ મંદિર વિવિધ કોતરણીવાળા ૧૯૦ થાંભલા અને ઘુમ્મટોથી બનશે.