• Gujarati News
  • કચ્છમાં રામદેવ સામે એક સાથે ત્રણ ઊકદ

કચ્છમાં રામદેવ સામે એક સાથે ત્રણ ઊકદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિતો માટે અપમાનજનક નિવેદન મુદ્દે માંડવી, મુન્દ્રા અને ભચાઉમાં એટ્રોસિટીના કેસ નોંધાયા
ભાસ્કર ન્યૂઝ. માંડવી, ભુજ, ભચાઉ
યોગગુરુ બાબા રામદેવે દલિતો વિશે લખનઉમાં કરેલાં વિવાદી નિવેદનથી કચ્છમાં રોષની લાગણી જોવા મળ્યાના બીજા જ દિવસે સોમવારે માંડવી, મુન્દ્રા અને ભચાઉ પોલીસમાં તેમની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ એક જ દિવસમાં ત્રણ ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.
લખનઉ ((ઉત્તર પ્રદેશ))ની યોગશિબિરમાં તા.૨પ એપ્રિલે બાબા રામદેવ એવું બોલ્યા હતા કે, રાહુલ ગાંધી દલિતોના પરિવારમાં પિકનિક તેમજ હનીમૂન મનાવવા જાય છે. આ નિવેદનથી દુભાયેલા માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજે માંડવી મામલતદાર અને પોલીસ સ્ટેશન ધસી જઇ બિનજામીનલાયક ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
માંડવી તાલુકાના મહેશ્વરી મેઘવાળ સમાજે માંડવી પોલીસ સ્ટેશનમાં યોગગુરુ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ રમેશભાઇ ડી. ચંદ ફરિયાદી બન્યા હતા. તાલુકાભરના દલિત સમાજના અગ્રણીઓ જોડાયા હતા. બીજીતરફ મુન્દ્રામાં પણ દલિતોએ સામૂહિ‌ક રીતે પોલીસમાં રજૂઆત કરી હતી. મુન્દ્રા તાલુકા
...અનુસંધાન પાનાનં.૪

કોંગ્રેસ અનુ. જાતિ સમિતિના પ્રમુખ ગાંગજી રાયશી થારૂ ફરિયાદી બન્યા હતા, તો ભચાઉમાં સામાજિક કાર્યકર ખેતશી ડાયાભાઈ મારૂએ ફરિયાદ નોંધાવી હતી. તેમની સાથે ત્રણ એડવોકેટ સહિ‌ત સાત જણ પણ જોડાયા હતા. ત્રણેય સ્થળે પોલીસે એટ્રોસિટી એક્ટ કલમ ૩((૧))૧૦ મુજબ ઝીરો નંબરથી ફરિયાદ નોંધી હતી.
ઉલ્લેખનીય છે કે, રવિવારે કચ્છના દલિત સમાજે યોગગુરુના વિવાદાસ્પદ નિવેદનને ઘૃણાસ્પદ ગણીને તેને વખોડી કાઢયું છે. એટલું જ નહીં, બાબા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.