• Gujarati News
  • મંજલમાં ડાયાબિટીસ બ્લડ પ્રેસરથી ૃચ્ ’કંટાળીને વૃદ્ધે આત્મહત્યા કરી

મંજલમાં ડાયાબિટીસ-બ્લડ પ્રેસરથી ૃચ્/’કંટાળીને વૃદ્ધે આત્મહત્યા કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કથામાં ગયેલી પત્નીએ ઘરે આવીને જોયું તો લાશ જોવા મળી
ભાસ્કર ન્યૂઝ. ભુજ
મંજલ ગામમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર જેવી વિવિધ બીમારીઓથી ત્રસ્ત એક વૃદ્ધે કંટાળીને જીવનલીલા જ સંકેલી લેતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.મળતી વિગતો મુજબ નરશી વિશ્રામ ચારણિયાએ રવિવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધના પત્ની કથા સાંભળવા ગામમાં ગયાં હતાં, ત્યાંથી પરત આવીને સાંજે જોયું તો ઘરમાં તેમના પતિની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. આ દૃશ્ય જોઇને તેમના મોંમાંથી ચીસ નીકળી ગઈ, એ સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. એએસઆઇ હીરાસિંહ રાઠોડે જણાવ્યું કે, નરશીભાઈ મીઠી પેશાબ અને રક્તચાપની બીમારીથી પીડાતા હતા, તેથી આત્મહત્યા કરી લીધી હતી.