અવસાન નોંધ....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસંધાન
પહેલા પાનાનું ...
ગુજરાતમાં અદાણી...
આકરા પ્રહાર કર્યા હતા. મોદીને તેમના જેવી જ આક્રમક પણ સૌજન્યભરી ભાષામાં જવાબ આપતા ઉપાધ્યક્ષ ગાંધીએ કહ્યું ંહતું કે મોદી ગુજરાત વિકાસ મોડલનો દાવો કરતા હતા, પણ આ મોડલ કેટલું ખોખલું છે તેની જાણકારી દેશની પ્રજા સમક્ષ રજૂ કરાતા મોદીએ ગુજરાત મોડલની વાતો બંધ કરી દીધી હતી. તેમણે ગુજરાત વિકાસ મોડલ નહીં, પણ અદાણી જેવા ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવો વિકાસ કરીને અદાણી વિકાસ મોડલ બનાવ્યું છે. બોટાદમાં આકરા તાપમાં લગભગ પોણા બે કલાકની રાહ પછી લોકોએ રાહુલ ગાંધીનું હેલીકોપ્ટર આવતા જ તાળીઓ અને હાથ ઊંચા કરીને તેમનું અભિવાદન કર્યુ હતું.
કોંગ્રેસ હવે...
ખેડૂતોની સુગર ફેક્ટરીઓમાંથી પાંચ હજાર કરોડ ઉઘરાવવાના કારસારૂપ સુગર પરનો વેરો ખેડૂતોના મોંમાંથી કોળિયો ઝૂંટવી લેશે. અને તેનું પાપ મા-દીકરાને લાગશે. ભારતમાં માત્ર ગુજરાતમાં શેરડીના કારખાના ચાલે છે તેને લૂંટવાનું બંધ કરો, તેમ તેમણે સોનિયા અને રાહુલ ગાંધીને નિશાન બનાવીને કહ્યું હતું.
ટ્રેનમાં ચા વેચનારાએ તેમની એકહથ્થુતાને પડકારી તેનાથી તેઓ ભયભીત થઈ ગયા છે.
ગોવામાં અમિતાભ...
દાવો કર્યો છે કે યુપીએ સરકારની આ યોજના હેઠળ મેળવેલા કરોડો રૂપિયા રાજ્યમાં બોગસ લાભાર્થીઓ ઊભા કરીને ચાંઉ કરવામાં આવી રહ્યાં છે. એનજીઓના કન્વીનર યતિસ નાયકે જણાવ્યું હતું કે પ્રતિદિન રૂ.૧૦૦ લેખે ૧પ૦ દિવસનો પગાર માત્ર ઉપરોક્ત હસ્તીઓને જ નહીં પરંતુ તેમના પત્ની અને બાળકોને પણ ચૂકવવામાં આવી રહ્યો છે. આ મામલે એનજીઓએ રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજીને અરજી કરીને જવાબદાર સત્તાવાળાઓ પાસે આ સમગ્ર કૌભાંડની તપાસ કરાવવા માગણી કરી છે. મનરેગાના લાભાર્થીઓ
- અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, આમિર ખાન, કપિલ દેવ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, યુવરાજસિંહ, ગોવાના સીએમ મનોહર પારિકર
સેલિબ્રિટીની સાથે તેમના પરિવારજનોનાં પણ નામ
મનરેગાની યાદીમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગની સાથે તેના પરિવારજનો રિકી, મિકી અને રોઝીના નામનો ઉલ્લેખ છે. ઉપરાંત યુવરાજસિંહના પરિવારના સભ્ય જોસ્લનું અને રાહુલ દ્રવિડના પરિવારના સભ્યો રેશ્મા અને અર્જુનનું નામ છે. સચિનની સાથે સાથે તેમની પત્ની અને બે બાળકોના નામ છે. જ્યારે યાદીમાં અમિતાભની સાથે સાથે તેમની માતા તેજી બચ્ચન અને પરિવારના નામ પણ છે.
પ્લીઝ! મારા ડેડની...
હતું- મારા પિતા પાછલા ત્રણ વર્ષોથી બેકાર છે. પ્લીઝ તેમને કામ અપાવી દો. તેમનો બાયોડેટા પણ સાથે જ છે. પ્લીઝ કશુંક કરો.
મિશેલની આંખોમાં આંસુ જોઇને આસપાસના લોકો પણ ચોંકી ગયા. તે બાળકીને મળ્યાં પછી મિશેલે ફરી તેની સામે જોયું. વાસ્તવમાં રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે વ્હાઇટ હાઉસના કર્મચારીઓ અને તેમના બાળકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેને ટેક અવર ડોટ‌ર્સ એન્ડ સન ટૂ વર્ક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારના સદસ્યો બાળકો સાથે વાતચીત કરે છે. કાર્યક્રમ દરમિયાન તમામ બાળકો ઓબામાને તેમની પસંદગીનું ભોજન, ડ્રિંક, કલર અને ફરવાની જગ્યા અંગે સવાલ કરી રહ્યા હતા. આ બાળકોની વચ્ચે પહેલી લાઇનમાં બેઠેલી ૧૦ વર્ષની બાળકીનો જ્યારે વારો આવ્યો ત્યારે તેણે મિશેનના હાથમાં આ કાગળ આપ્યો હતો.
છેલ્લા પાનાનું ...
ભુજમાં વીજલાઇન ...
જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પીજીવીસીએલ આવી કામગીરી માટે ખાસ સાધનો રાખતી ન હોવાથી જોખમભરી સ્થિતિમાં કામ કરવું પડે છે, ત્યારે આ ઘટના બાદ વીજતંત્ર કોઇ ધડો લેશે ખરું તેવો સવાલ ખડો થયો છે.
ગાંધીધામમાં મહિ‌લા ...
પરંતુ પતિનો ખાલીપો અનુભવતાં આ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું, અન્ય એક બનાવ અંજારમાં સામે આવ્યો હતો, જેમાં શહેરના વીર ભગતસિંહનગરમાં માતા અને બહેન સાથે રહેતા કમલેશ પ્રેમજી ચુડાસમાને મોમાઇનગરમાં રહેતી વિધવા મહિ‌લા સાથે આંખ મળી ગઇ હતી અને છેલ્લા ૧પ દિવસથી પ્રેમિકા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. ત્રણ સંતાનની માતા પોતાના બાળકોને સૂવડાવતી હતી, ત્યારે રાત્રે ૧૨:૩૦ વાગ્યા પહેલાં કમલેશ ઉપરના રૂમમાં જઇ લટકી ગયો હતો. પોલીસમાં મૃતકના માતાએ પુત્રને પ્રેમિકાએ પતાવી દીધાના આક્ષેપ કર્યો હતો, તો માંડવીમાં રહેતી શીતલબેન શેખરભાઇ ખારવા ((૨૮)) ગત તા.૧૪ના પોતાના ઘરે પ્રાઇમસ પર રસોઇ બનાવતી વખતે ભડકો થતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી, જેને પ્રથમ માંડવી, બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર નસીબ ન થતાં શનિવારે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.