• Gujarati News
  • ગઢશીશામાં ક.ક.પા. સમાજના ૮મા સમૂહલગ્નની તૈયારી પૂરજોશમાં

ગઢશીશામાં ક.ક.પા. સમાજના ૮મા સમૂહલગ્નની તૈયારી પૂરજોશમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગઢશીશા
ગઢશીશા વિસ્તાર કચ્છ કડવા પાટીદાર સમાજ સમૂહલગ્ન આયોજન સમિતિ દ્વારા દર વર્ષની જેમ ચાલુ સાલે સવંત ૨૦૭૦, વૈશાખ સુદ ત્રીજ ((અખાત્રીજ)) શુક્રવાર તા. ૨/પના આઠમો સમૂહલગ્ન સમારોહ યોજાશે, જેમાં સમાજના ૧૭ નવદંપતી પ્રભુતામાં ડગ માંડી સપ્તપદીના બંધને બંધાશે. સમૂહલગ્ન સમિતિના પ્રમુખ સામજીભાઇ નારાણ નાકરાણીની અધ્યક્ષતામાં અને શાસ્ત્રી જયંતીલાલ જોષીના આચાર્ય પદે યોજાનારા સમારોહમાં સવારે ૭:૧પ કલાકે કન્યાપક્ષ મંડપ મુહૂર્ત, સવારે ૮:૧પ કલાકે જાન આગમન અને સામૈયું, ૯:૩૦ કલાકે હસ્તમેળાપ વિધિ સંપન્ન થશે. ૧૧:૩પ કલાકે સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ આર્શીવચન આપશે. બપોરે ૩:૩પ કલાકે જાન વિદાય કાર્યક્રમ યોજાશે.
પૂંજાણી હાઇસ્કૂલ મધ્યે સમૂહલગ્નના આયોજનને અનુલક્ષીને સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.
વિવિધ સમિતિઓને આયોજનને પહોંચી વળવા જવાબદારીઓ સોંપાઇ છે, જેમાં સમિતિના પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખો કરમશી પચાણ માવાણી, નારાણ ખીમજી ચૌહાણ, મહામંત્રી કલ્યાણજી કરમશી પારસિયા, જયંતીલાલ સામજી વાડિયા, ખજાનચી પરસોત્તમ વિશ્રામ વાસાણી, સહ ખજાનચી મહેન્દ્ર શાંતિલાલ રામાણી તેમજ શાંતિલાલ કરસન પરવાડિયા, નાનજી કરસન પારસિયા સહિ‌તના કારોબારી સભ્યો અને યુવક મંડળના હરેશ દેવજી રંગાણી, કલ્યાણજી દેવજી પારસિયા તેમજ મહિ‌લા મંડળના પ્રતિનિધિ સભ્યો અને સલાહકાર મેઘજી જેઠા રામજિયાણી, કેશુભાઇ ધનજી પારસિયા, ધનજી
ગોવિંદ સેંઘાણી સહિ‌તના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સમિતિ જહેમત ઉઠાવી રહી છે.