• Gujarati News
  • વોંધ નજીક ૃચ્ ’બીએસએનએલની ૃચ્ ’લાઇન ક્રેક કરનારા ૃચ્ ’સામે ફોજદારી

વોંધ નજીક ૃચ્/’બીએસએનએલની ૃચ્/’લાઇન ક્રેક કરનારા ૃચ્/’સામે ફોજદારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ભચાઉ તાલુકાના વોંધ નજીક બીએસએનએલની લાઇન ક્રેક કરીને સંચાર વ્યવસ્થામાં જિલ્લાવ્યાપી વિઘ્ન ઊભું કરનારા અજાણ્યા શખ્સ સામે છેવટે ટેલિફોન તંત્ર દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ભચાઉ-સામખિયાળી રોડ પર વોંધ નજીક બીએસએનએલની લાઇન ગત તા.૨૨ એપ્રિલે તૂટી હતી. લાઇન ક્રેક થવાને લીધે બેથી ત્રણ કલાક સુધી કચ્છભરમાં નેટવર્ક ખોરવાઈ ગયું હતું. ટેલિફોન તંત્રે માત્ર રૂા.આઠ હજારનું નુકસાન થયું હતું, પણ લોકોના મહત્ત્વના વહેવારો અટકી પડયા હતા. આ ઘટના મામલે છેવટે જેટીઓ મનોજકુમાર કુમાવતે શુક્રવારે ભચાઉ પોલીસમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ એફઆઇઆર
નોંધાવી હતી.