• Gujarati News
  • ચાવડકામાં દારૂની ભઠ્ઠી પર ૃચ્ ’દરોડો, એક પકડાયો, બે ફરાર

ચાવડકામાં દારૂની ભઠ્ઠી પર ૃચ્/’દરોડો, એક પકડાયો, બે ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિ‌લાઓએ અલ્ટીમેટમ આપ્યાના ત્રીજા જ દિવસે પોલીસ થઈ દોડતી
ભાસ્કર ન્યૂઝ. ભુજ
નખત્રાણા પંથકમાં ફેલાયેલી દેશીદારૂની બદીને ખતમ કરવા માટે મેદાનમાં આવેલી નારીઓએ પોલીસ વડાને દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યાના ત્રીજા દિવસે જ પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં ચાવડકાની સીમમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર શુક્રવારે સાંજે છાપો મારવામાં આવ્યો હતો. આ દરોડામાં જોકે, મુખ્ય બે આરોપી ફરાર થઈ ગયા હતા, જ્યારે તેના માણસને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાવડકાની સીમમાં દેશીદારૂના અડ્ડા પર શુક્રવારે સાંજે સાડા છ વાગ્યા દરમિયાન છાપો મારવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દેશીદારૂ બનાવવાનો ૩૪૦૦ લિટર આથો, પાંચ લિટર દેશીદારૂ અને ભઠ્ઠીના સાધનો મળીને રૂા.૭૬૯૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી અને ભઠ્ઠીનો સંચાલક ભૂરુભા પ્રાગજી જાડેજા અને સુલતાનજી રાણાજી જાડેજા ફરાર થઈ ગયા હતા, પણ એનો માણસ નરશી પૂના ભીલ પોલીસના સકંજામાં આવી ગયો હતો. ભૂરુભા અને સુલતાનજી ચાવડકામાં જ રહે છે. જ્યારે નરશી ભીલ મૂળ માનકૂવાનો વતની છે અને છેલ્લા કેટલાક સમયથી ભૂરુભાની વાડીએ દેશીદારૂ ગાળવાની ભઠ્ઠીમાં કામ કરતો હતો.