• Gujarati News
  • ભુજમાં યુવતીનો અગમ્ય કારણોથી આપઘાત

ભુજમાં યુવતીનો અગમ્ય કારણોથી આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ભુજ શહેરમાં રહેતી એક યુવતીએ કોઇ કારણોથી તેના ઘરે જ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, તેણે શા માટે આપઘાત કર્યો એ વિશે તપાસમાં કોઇ હકીકત ખૂલી નહોતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના ઘનશ્યામનગરમાં રહેતી ૧૯ વર્ષીય દીપાલી ચેતનભાઈ ઠક્કરે ઘરે પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ખબર પડી કે તે પૂરાઈ ગઈ છે, એટલે તેના મામા સહિ‌તના સગા-સંબંધીએ મળીને દરવાજો તોડીને ખોલ્યો હતો.
એકતરફ તેના પિતા કોઇ કામથી અમદાવાદ ગયા હતા. બીજી બાજુ વ્હાલસોઈ દીકરીએ આમ આપઘાત કરી લેતાં ભારે શોક ફેલાઈ ગયો હતો. એએસઆઇ કે.પી. પટેલે કહ્યું કે, યુવતીએ આ પગલું શા માટે ભય્ર્‍ાંુ એ વિશે હજી કોઇ કારણ જાણવા મળી શક્યું નથી.