• Gujarati News
  • કચ્છમાં દિગ્ગજ નેતાઓએ છોડયાં શબ્દબાણ

કચ્છમાં દિગ્ગજ નેતાઓએ છોડયાં શબ્દબાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહની જાહેરસભાના બીજા જ દિવસે ગાંધીધામમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા કોંગ્રેસના ગુજરાતના પ્રભારી તથા રાષ્ટ્રીય મહામંત્રી અશોક ગેહલોતે સભાઓ ગજાવી હતી, તો ભુજમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના વજનદાર નેતા અહેમદ પટેલે મેદનીએ સંબોધી હતી. ચૂંટણી ((મતદાન))નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે અંતિમ દિવસોમાં આવેલા બન્ને પક્ષના વરિષ્ઠ નેતાઓએ સામસામા છોડેલા વાક્બાણને કારણે વાતાવરણની ગરમીની સાથે રાજકીય ગરમી પણ છવાઇ ગઇ છે. જિલ્લાના અન્ય વિસ્તારમાં રાજ્યસ્તરના નેતાઓઘૂમી રહ્યા છે.