• Gujarati News
  • આધોઇ ચોકડી પાસે નિર્માણ પામી રહી છે એરો ટાઉનશિપ

આધોઇ ચોકડી પાસે નિર્માણ પામી રહી છે એરો ટાઉનશિપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ પ્લસ. ભુજ
કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી-રાધનપુર નેશનલ હાઇવે-આધોઇ ચોકડી પર એરો ટાઉન નામે સંપૂર્ણ ટાઉનશિપ નિર્માણ પામી રહી છે. કીનાશા ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા પ્રાયોજીત લકઝરીયસ ટાઉનશિપ એરો ટાઉન, કીનાશા સ્કેવર અને કીનાશા ટ્રેડ કોટેજીસનું ઉદ્ઘાટન કીનાશા ઇન્ફ્રાના ચેરમેન દીપકભાઇ શાહના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કચ્છ તેમજ જિલ્લા બહારના અનેક રોકાણકારો તથા એજન્ટમિત્રો હાજર રહ્યા હતા. એરોટાઉન’માં બિનખેતી થયેલી જમીનમાં સુયોજિત પ્લોટ અને લકઝરીયસ બંગલા બનશે.
આ ટાઉનશિપમાં ગા‌ર્ડ‌ન, પાર્ટી પ્લોટ, સી.સી.રોડ, કમ્પાઉન્ડ વોલની સુવિધા અપાશે. કોમર્શિ‌યલ પ્લોટ પર કીનાશા સ્કેવર’ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ વિશાળ પાર્કિંગ સાથે કોમર્શિ‌યલ કોમ્પલેક્સનું આયોજન કરાયું છે, જેમાં હોટેલ, રેડિમેઇડ ગારમેન્ટ, મોલ, રિટેઇલશોપ તેમજ ઓફિસોનો સમાવેશ કરાયો છે. ટ્રેડ કોટેજમાં ઓટો મોબાઇલ શોરૂમ, મોલ, ગૃહઉદ્યોગ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે મૂળભૂત માળખાકીય સવલતો અપાશે.
આ ટાઉનશિપમાં વાગડનું પ્રથમ આધુનિક રિસો‌ર્ટ વાહ રે વાગડ’ નિર્માણ પામશે. હોટેલ, હોસ્પિટલ, એર્પામેન્ટ અન્ય કોમર્શિ‌યલ એક્ટિવિટી માટે મોટા પ્લોટો ઉપલબ્ધ કરાશે. અન્ય પ્રોજેકટની માહિ‌તી આપતા કંપનીના ડાયરેકટર સંજયભાઇ શાહે જણાવ્યું હતું કે, એરો ટાઉનની બાજુમાં જ એરો ટાઉન’ની બાજુમાં જ એરો ફાર્મ’ બંગલા સાથેના ફાર્મ હાઉસને સુંદર પ્રતિસાદ મળ્યો છે, તે સંપૂર્ણ બુક છે.