• Gujarati News
  • માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની ૃચ્ ’વેરાવિષયક કામગીરી પર રોક લગાવાઇ

માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની ૃચ્/’વેરાવિષયક કામગીરી પર રોક લગાવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકા વિકાસ અધિકારીએ વેરા
વધારાના ઠરાવ મુદ્દે સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાના કાન આમળ્યા
ભાસ્કર ન્યૂઝ. ભુજ
માધાપર જૂનાવાસની ગ્રામ પંચાયત દ્વારા ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં કરવેરા સુધારા-વધારા માટે જાહેરાત અપાઇ હતી, જેનો ગામના એક અગ્રણીએ વિરોધ કરી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ધા નાખતાં હાલે આ કામગીરી પર રોક લગાવી દેવાઇ છે. વર્તમાનપત્રમાં આવેલી જાહેરાતના અનુસંધાને શશિકાંત એમ. ઠક્કર દ્વારા ચાલુ મહિ‌ને સરપંચને વાંધાઅરજી મોકલી આ દરખાસ્ત પંચાયત નિયમો વિરુદ્ધ અને કરવેરાના દરો નિયમો સાથે સુસંગત ન હોવાથી તે રદ્ કરવા માંગ કરી હતી.
આમ છતા પંચાયતેતા.૭/૩/૧૩ના ઠરાવથી આ વેરાના દરોનો અમલ તા.૧/૪થી કરવાનું ઠરાવતાં તેનીઅમલવારી અટકાવવા ભુજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ હતી.
દરમિયાન ગ્રામ પંચાયતે તા.૨૮/૩/૧૪ની સભામાં પ્રમુખસ્થાનેથી ઠરાવ કરી સદર કરવેરાનો અમલ ચાલુ વર્ષથી તા.૧/૪થી કરવા નિર્ણય લીધો હતો. તાલુકા વિકાસ અધિકારી દ્વારા સદર ઠરાવનો પ્રતિષેધ કરતો હુકમ કરી આવો નીતિવિષયક નિર્ણય એજન્ડા ઉપર લીધા સિવાય કરી શકાય નહીં અને પંચાયત ધારાની કલમ ૨૦૦માં જણાવ્યા સિવાયના વેરા પંચાયત ઉઘરાવી શકે નહીં તેમજ વેરાના દરો પણ નિયમોથી નક્કી થયેલી મર્યાદા મુજબના નથી તેવું સ્પષ્ટ કર્યું હતું.