• Gujarati News
  • મેરાઉમાં દીક્ષા મહોત્સવ ૃચ્ ’વરઘોડાએ જમાવ્યું આકર્ષણ

મેરાઉમાં દીક્ષા મહોત્સવ ૃચ્/’વરઘોડાએ જમાવ્યું આકર્ષણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે વિધિવત્ દીક્ષાવિધિ કરાશે
ભાસ્કર ન્યૂઝ. ભુજ
મેરાઉ ખાતે અચલગચ્છાધિપતિ જૈનાચાર્ય ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે મોટા લાયજા નિવાસી સેજલબેન અપેક્ષાબેનનો પારમેશ્વરી પ્રવજયા પ્રધાનનો પ્રસંગ જિનભક્તિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.
પ્રાસંગિક પ્રવચન કરતાં સાહિ‌ત્યદિવાકર જૈનાચાર્ય કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.એ સંયમજીવનની અનુમોદનાં કરી ચારિત્ર ધર્મની સમજણ આપી હતી. આ અવસરે મુંબઇગરા મેરાવાવાસી વિશાળ સંખ્યામાં સ્થાનિકે મહોત્સવમાં સહભાગી થયા છે. શુક્રવારે સવારે દીક્ષાર્થીઓનો વરસીદાન વરઘોડો, લઘુ શાંતિ સ્નાત્ર, બપોરે દીક્ષા મહોત્સવના દાતા પરિવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
તા. ૨૬/૪ના સેજલબેન, અપેક્ષાબેન જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરશે, ત્યારે સમગ્ર જૈન સંઘને પધારવા ઉમટી પડશે. મહોત્સવ દરમિયાન ઋષિમંડળ પૂજન, દીક્ષાર્થીના સંયમજીવનના વાઘાને નંદાવર્તાદિ આલેખન ઉપકરણ વંદનાવલિ સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિ ભાવના વગેરેનું સંચાલન ચંદ્રકાંત દેઢિયા કર્યું હતું. વસંત મારૂ દિગ્દર્શિ‌ત ધી ત મુંજી ચાગલી’ કચ્છી નાટિકા પ્રદર્શિ‌ત થયેલી. દીક્ષાર્થીઓની સાકરતુલા પણ કરાઇ હતી.
મેરાઉ મહાજનના ચંદ્રકાંતભાઇ સહ પ્રવીણભાઇ છેડા ((કાકા)), હસમુખ દેઢિયા, રમણીક મામણિયા, ટ્રસ્ટી કલ્યાણજી દેઢિયા, કિશોર દેઢિયા, નવીન ફુરિયા, ભવાનજી દેઢિયા, જયંતીલાલ શાહ, કમલેશ સંગોઇ, કંચનલાલ નાગડા, રસિકભાઇ શાહ, મહેન્દ્ર વિસરિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.