• Gujarati News
  • લોકશાહીના રાજા મતદાર માટે આદર્શ મતદાનમથકોમાં બિછાવાશે લાલજાજમ

લોકશાહીના રાજા મતદાર માટે આદર્શ મતદાનમથકોમાં બિછાવાશે લાલજાજમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે, તો બીજીતરફ વહીવટી તંત્ર પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણીપંચે આદર્શ મતદાનમથકો ઊભા કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે જિલ્લામાં ૧૬ મતદાનમથકો ઊભાં કરાશે, જ્યાં મતદારોને લોકશાહીનો રાજાનો અનુભવ કરાવવા વિવિધ સુવિધા ઊભી કરાશે.
આ મતદાન મથકોને ખાસ બનાવવા માટે તેમાં વ્યવસ્થા પણ ખાસ ઊભી કરાશે. મતદાતાઓને આવકારવા લાલજાજમ બિછાવવામાં આવશે. ધોમધખતા તાપથી મતદાતાઓને રક્ષણ આપવા મંડપ બાંધવામાં આવશે તેમજ પંખા લગાવવામાં આવશે. ખાસ વેઇટિંગ ઓરડો ઊભો કરાશે, જ્યાં મિનરલ વોટર, શૌચાલય, ફર્સ્ટ એઇડ બોક્ષ તથા ફર્નિ‌ચર મૂકાશે, જેથી મતદાતાઓ ત્યાં આરામ કરી શકે. ઉપરાંત અિગ્નશામક, વ્હીલચેર તેમજ મતદાતાઓને બેસવા ખુરશીઓની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મતદાનમથકને એવી રીતે શણગારાશે જાણે કોઇ ઉત્સવનો માહોલ હોય.
ગ્રામીણ વિસ્તારમાં ૧૦ તથા શહેરોમાં ૬ મોડલ પોલિંગ સ્ટેશન ઊભાં કરાશે, જેમાં સૌથી વધુ અબડાસા મતદાન વિસ્તારમાં છે, જેમાં ત્રણ તાલુકાનો સમાવેશ કરાયો હોવાથી ગ્રામીણ વિસ્તારમાં ૩ આદર્શ મતદાનમથક ફાળવાયાં છે. અબડાસા તાલુકામાં કનકપરની પ્રાઇમરી શાળા, લખપત તાલુકામાં પાનધ્રોમાં એસ.કે.વી. શાળામાં, નખત્રાણા તાલુકામાં નખત્રાણા ખાતે પ્રાથમિક ગલ્‌ર્સ શાળામાં આદર્શ મતદાનમથક ઊભાં કરાશે, માંડવી મતવિસ્તારમાં મુન્દ્રાના પત્રીના ગાંધી વિદ્યાલય, માંડવીમાં શાળા નં.૧, જ્યારે ગુંદિયાળીમાં પ્રાથમિક શાળામાં, ભુજ મતવિસ્તારમાં ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ તથા ગ્રામીણ વિસ્તારમાં મિરજાપરની કન્યાશાળા, અંજારમાં શાળા નં.૧૭ તથા સાપેડામાં પ્રાથમિક શાળામાં, ગાંધીધામ મતવિસ્તારમાં ગાંધીધામના ભારતનગરની પ્રાથમિક શાળા, કિડાણામાં કન્યાશાળા ખાતે, ભચાઉમાં પ્રાથમિક શાળા તથા લખપતમાં પ્રાથમિક શાળા ખાતે, રાપર મતવિસ્તારમાં અયોધ્યાપુરી શાળા, કલ્યાણપરમાં પ્રાથમિક શાળા સહિ‌ત ૧૬ જગ્યાઅ મથકો ઊભાં કરશે.