• Gujarati News
  • માંડવીમાં ઝૂંપડાંમાં રહેતી મહિ‌લાએ ૃચ્ ’આત્મહત્યા કરી

માંડવીમાં ઝૂંપડાંમાં રહેતી મહિ‌લાએ ૃચ્/’આત્મહત્યા કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
માંડવીમાં ઝૂંપડાંમાં રહેતી એક મહિ‌લાએ કોઇ અકળ કારણોથી આત્મહત્યા કરી હતી. આ બનાવ વિશે હતભાગીના સગાએ જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
માંડવી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, શહેરના રામેશ્વર ઝૂંપડાંમાં રહેતા પ૩ વર્ષીય અમીનાબાઈ અબ્દુલ કરીમ વર્યાએ તેના ઝૂંપડાં પર જ દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. ગુરુવારે સવારે બનેલી આ ઘટના વિશે ખબર પડતાં મૃતકના ફૂવાના પુત્ર અબ્દુલભાઈ સુલેમાન આગરિયાએ માંડવી પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી હતી અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરી હતી. હતભાગી મહિ‌લા તેમના પુત્ર અકબર અલી સાથે રહેતી હતી.