• Gujarati News
  • ભચાઉમાં તસ્કરો ટ્રાન્સફોર્મરની કોયલ ચોરી ગયા

ભચાઉમાં તસ્કરો ટ્રાન્સફોર્મરની કોયલ ચોરી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ભચાઉમાં અજાણ્યા શખ્સો વીજતંત્રના ટ્રાન્સફોર્મરમાંથી કોયલ ચોરી ગયા હતા. આ બનાવ વિશે મળતી વિગતો પ્રમાણે ભચાઉમાં આવેલી પટેલ બોર્ડિંગ પાછળના ભાગે આ બનાવ ગત સોમવારે બન્યો હતો.
કોઇ અજાણ્યા શખ્સોએ ટ્રાન્સફોર્મર નીચે ઉતારીને રૂા.૩પ૦૦૦ની કોયલ કાઢી લીધી હતી. જોકે, આ બનાવ અંગે ભચાઉ પોલીસનો સંપર્ક કરતાં સમર્થન મળી શક્યું નહોતું.