• Gujarati News
  • માહિ‌તી આપવાના ૃચ્ ’બદલે ફરિયાદનો ૃચ્ ’નિકાલ કરી નખાયો

માહિ‌તી આપવાના ૃચ્/’બદલે ફરિયાદનો ૃચ્/’નિકાલ કરી નખાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
રાજ્યમાં કોઇને મંદિર બનાવવા માટે જમીન લીઝ પર આપવાની સત્તા, લીઝ પર અપાયેલી જમીનની લીઝ રિન્યૂ કરવા તેમજ કયા-કયા હેતુ માટે જમીન લીઝ પર આપી શકાય તે માટે માહિ‌તી અધિકાર અધિનિયમ હેઠળ માગવામાં આવેલી વિગતો આપવાના બદલે આયોગ દ્વારા એકતરફી નિર્ણય લઇને તેનો નિકાલ કરી દેવાયો છે તેવા આક્ષેપ સાથે ભુજના રહીશે રાજ્યપાલ સમક્ષ ધા નાખી આ મુદ્દે યોગ્ય ન્યાય આપવા માંગ કરી છે. ઉપરોક્ત મામલે રાજ્યને આવરી લેતી માહિ‌તી માગવામાં આવી હોવા છતાં ગાંધીનગરના નગરપાલિકા નિયામક દ્વારા આ અરજી ભુજ સુધરાઇને તબદીલ કરી હતી, જેના પગલે અપીલ અધિકારી સમક્ષ અપીલ કરાતાં ભુજ પાલિકાના ક્લાર્ક ઉપસ્થિત રહ્યા હતા. તેમની રજૂઆત મુજબ પાલિકા દ્વારા લીઝ પર જમીન આપવા માટ નીતિ નક્કી કરાઇ નથી, ત્યારે કારોબારીના નિર્ણય પ્રમાણે જમીન લીઝ પર અપાય છે. અરજદાર નરેન્દ્ર રમેશચંદ્ર જોષીએ કરેલી રજૂઆતમાં રાજ્યપાલ સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે, કેટલાંક મંદિર, સમાજવાડી તેમજ હોટેલને ધારા-ધોરણ વિના જમીન લીઝ પર આપી દેવામાં આવી છે.