હલચલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસંધાન
પહેલા પાનાનું ...
ગંગામૈયાના...
હું ના મારી મરજીથી બનારસ આવ્યો છું.ના મને પક્ષે મોકલ્યો છે. મને તો અહીં ગંગામૈયાએ બોલાવ્યો છે.’ રોડ શોની વાત કરીએ તો ગુરુવારે સડક પર ઉમટેલા લોકો ગુજરાતથી નહોતા આવ્યા, ના દિલ્હીથી આવ્યા હતા. કેટલાક લોકો જ આસપાસના જિલ્લામાંથી આવ્યા હતા પણ મોટા ભાગના લોકો બનારસ શહેર અને ગામોના હતા. ખાનગી કંપનીના માર્કેટિંગ મેનેજર રજત શર્મા કહે છે કે મોંઘવારી ઘટી જશે અને અર્થવ્યવસ્થા દુરસ્ત થઇ જશે. તો બનારસ નજીકના કોવડા ગુડગાંવના ખેડૂત ભૂખનલાલ પટેલનું માનવું છે કે સડકો સુધરી જશે ,વીજપુરવઠો સુધરશે અને ઉપજના યોગ્ય ભાવ મળશે.
દરરોજ એક લાખ રૂપિયાથી વધુ મોદીની આવક વધી
મોદીની આવક ૧૪ દિવસમાં ૧૪ લાખ રૂપિયા વધી ગઇ છે. એટલે દરરોજ એક લાખ રૂપિયા. વડોદરામાં ૧૦મી એપ્રિલે તેમણે ઉમેદવારીપત્રો ભરતી વખતે પોતાની સંપત્તિ ૧.પ૧ કરોડ રૂપિયા બતાવી હતી પરંતુ વારાણસીમાં તેમણે ૧.૬પ કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી છે. બેંક બેલેન્સમાં અંતર આવ્યું છે.અને અહીં વિરોધ પણ શરૂ
સપાના લોકોએ માલવિયાની પ્રતિમા ગંગાજળથી ધોઇ
મોદીએ ઉમેદવારીપત્રો ભર્યા પછી વિરોધ પ્રદર્શન પણ શરૂ થઇ ગયું છે. મોદીનો રોડ શો પૂરો થયા પછી સપાના લોકોએ મદન મોહન માલવિયાની પ્રતિમાને ગંગાજળથી ધોઇ હતી અને પછી દાવો કર્યો કે મોદીએ વિભાજનની રાજનીતિ કરી છે. આવા લોકો દ્વારા ફૂલ ચડાવવાથી માલવિયાની પ્રતિમા અશુદ્ધ થઇ ગઇ હતી.
બે મહિ‌ના પછી વારાણસી આવ્યા મોદી
કેજરીવાલ દસ દિવસ પહેલાં વારાણસી આવ્યા હતા. ઘણી મહેનત કરી ત્યારે સાધારણ સમર્થન મળ્યું. પરંતુ મોદી પહેલીવાર વારાણસી બે મહિ‌ના પહેલાં આવ્યા હતા.એક રેલીને સંબોધવા.ત્યારે ખબર નહોતી કે તેઓ અહીંથી જ ચૂંટણી લડશે.ચૂંટણી લડવાની જાહેરાત પછી મોદી પહેલીવાર વારાણસી આવ્યા અને એવું લાગ્યું કે જાણે પૂરા શહેરને પોતાના પક્ષમાં કરી લીધું. બધાએ ભગવા ટોપી ધારણ કરી હતી.
અનેક મહિ‌લા ભગવા ,કમળની ફૂલ ધરાવતી ડિઝાઇનની સાડીમાં.મકાનની બાલ્કની ,છત કે એવું કોઇ પણ સ્થાન કે જ્યાંથી મોદીની ઝલક મળી શકે બધા ગોઠવાઇ ગયા હતા.બધે લોકોનો જમાવડો. કોઇ ખામોશ નહીં.
લોકપાલ અંગે નવી...
ન્યાયમૂર્તિ‌ આર.એમ. લોધાના નેતૃત્વવાળી બેન્ચ સમક્ષ ઉપસ્થિત થયેલા સોલિસિટર જનરલ મોહન પરાસરને જણાવ્યું કે લોકપાલની નિયુક્તિ અંગે કોઇ નિર્ણય લેવાની સરકાર વિચારણા કરી રહી નથી. સોલિસિટર જનરલની આ રજૂઆત પછી સુપ્રીમકો‌ર્ટે આ કેસની સુનાવણી પાંચમી મે સુધી મોકૂફ રાખી છે.
ચોમાસું નબળું રહેશે...
વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે લાંબા ગાળાની સરેરાશના ૯પ ટકા વરસાદની શક્યતા છે. આ સરેરાશમાં પાંચ ટકા વધી કે ઘટી શકે છે.
... તો આ અસર થશે
- દેશમાં કુલ ખેતીની જમીનમાંથી બે-તૃત્યાંશ ભાગ સિંચિત નથી. ઓછા વરસાદથી કૃષિ ઉત્પાદનને અસર થઇ શકે છે.
ગુજરાત મોડેલથી...
ધોમધખતી ગરમીમાં બપોરે દોઢ વાગ્યાથી આવી પહોંચેલી લગભગ ૧૮થી ૨૦ હજારની જનમેદનીને સોનિયા ગાંધીએ આશરે પાંચ વાગ્યે સંબોધન કર્યું અને પોતાના ૧૩ મિનિટના પ્રવચનમાં તેમણે ગુજરાતમાં વિકાસના ઢંઢેરા વચ્ચે કેવી વિષમ સ્થિતિ પ્રવર્તે છે તેનો દાવો કર્યો હતો.
વિશ્વની ૧૦૦ વગદાર...
સ્થાન આપવામાં આવ્યું નથી. ૬૩ વર્ષીય મોદી વિશે ટાઇમ મેગેઝિનમાં તેમને વિભાજનાત્મક રાજકારણી ગણાવવામાં આવ્યા છે અને તેઓ વિશ્વની સૌથી વિશાળ લોકશાહીનું નેતૃત્વ કરવાના હોવાનું જણાવવામાં આવ્યું છે.