હલચલ...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ યુનિ.ના એક્સટર્નલ છાત્ર જોગ
તા.પ/પથી શરૂ થનારી એસવાય બીએ/બીકોમની એક્સટર્નલની પરીક્ષાની રસીદ આવી ગઇ છે, જે યુનિવર્સિ‌ટી કાર્યાલય રૂમ નં.૧૧૪((વિદ્યાર્થી શાખા))માંથી જાહેર રજાના દિવસો સિવાય ૧૧થી ૪ કલાક દરમિયાન રૂબરૂ આવીને લઇ જવી. નોન ડિજિટલ એસવાય બીએ/બીકોમના એક્સટર્નલ એટીકેટી/રિપીટર વિદ્યાર્થી‍ઓને પરીક્ષાની રસીદ મેળવવા બે તાજેતરના પાસપો‌ર્ટ સાઇઝના ફોટા સાથે રાખવા ફરજિયાત છે તથા તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષાની રસીદ મેળવવા ફી ભર્યાની રસીદ રાખવી ફરજિયાત છે.
લક્ષ્મીનારાયણ પાટીદાર યુવા મંડળ-ભુજ
તા.૨૬/૪ના રાત્રે ૯ કલાકે પટેલવાડી, કેમ્પ એરિયા, ભુજ મધ્યે યુવા મંડળની નવી કારોબારીની વરણી તેમજ વાર્ષિ‌ક સામાન્ય સભા.
સિંધી વુમન્સ ઓર્ગેનાઇઝેશનની બેઠક
તા.૨પ/૪ના સાંજે ૬ વાગ્યે ૨૪૭૧૮૬નો સંપર્ક કરવો.
રોટરી ક્લબ ઓફ ભુજ
તા.૨પ/૪ના સાંજે ૮ કલાકે રોટરી હોલ પર ક્લબની સાપ્તાહિ‌ક મીટિંગ દરેક સભ્યોની ઉપસ્થિતિમાં.
નિ:શુલ્ક કમ્પ્યૂટર બેઝિક કો‌ર્સ
તા.૧/પથી ૧પ/પ દરમિયાન ક્રિસ્ટલ કમ્પ્યૂટર દ્વારા નિ:શુલ્ક બેઝિક કો‌ર્સ કરાવાશે. નામ નોંધાવવા ૯૧૩૭૩ ૦૯૬૪પનો સંપર્ક કરવો.
નિ:શુલ્ક ડેન્ટલ કેમ્પ-ભુજ
જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજ દ્વારા કાયમી ધોરણે ચલાવવામાં આવતા નિ:શુલ્ક ડેન્ટલ કેમ્પ અંતર્ગત હવે પછીનો ડેન્ટલ કેમ્પ તા.૨૭/૪ના સવારે ૯થી ૧૧ દરમિયાન પટેલ ડેન્ટલ ક્લિનિક, વાણિયાવાડ સ્કૂલ તથા જૂના કોંગ્રેસ ભવનની બાજુમાં, એસ.ટી. પાછળ, ભુજ મધ્યે યોજાશે. આ કેમ્પમાં ડો. વી.ડી.પટેલ તથા ડો. જિગર પટેલ દ્વારા વિવિધ રોગોનું પ્રાથમિક નિદાન તથા સારવાર તેમજ નબળા ધ્રૂજતા દાંત પણ કાઢી આપવામાં આવશે.
વાર્તાવિહાર-સાહિ‌ત્યસભા
સંસ્થાના સભ્યો તેમજ વાર્તાવિહારની સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોની તા.૨૬/૪ના સાંજે પ:૩૦ કલાકે પી.પી.સી. હોલમાં ઉપસ્થિતિ.
છઠ્ઠીબારી મહિ‌લા મંડળ-ભુજ
મંડળ દ્વારા યોજિત સમરકેમ્પ તા.૨૬થી તા.૨૯ સુધી, જેમાં ૪થી ૧૨ વર્ષની ઉંમરના બાળકો ભાગ લઇ શકશે. નામ નોંધાવવા ૯૪૨૯૧ ૯૮૯૦૨નો સંપર્ક કરવો.
૮૪ ((ર્ચોયાસી)) બેઠકની ઝાંખી
લક્ષ્મીનારાયણ મંદિરમાં તા.૨પ/પના વલ્લભાચાર્ય જયંતી પ્રસંગે મહાપ્રભુની ૮૪ બેઠકની ઝાંખીના દર્શન સાંજે ૬થી ૮ દરમિયાન લક્ષ્મીનારાયણ મંદિર નાગર ચકલા, ભુજ મધ્યે.
આનંદ મંગલ યોગ સેન્ટર
તા.૨પ/૪ના સાંજે ૬:૧પથી ૭ વાગ્યા સુધી આનંદ મંગલ યોગ સેન્ટર ૨૩-૨૪ રેવન્યુ કોલોની, હિંમતસિંહજી વાડી મધ્યે. યોગ શિબિરમાં જોડાવવા ૯૭૨૭૨ ૦૯૧૮૬નો સંપર્ક કરવો.
કચ્છી ફિલ્મ સ્ક્રીન એવો‌ર્ડ‌
કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા કચ્છી ફિલ્મ સ્ક્રીન-૨૦૧૪ માટેના નોમીનેશન મોકલવાના ફોર્મ કપ્ટાસ ફોટો, લાલ ટેકરી, પોસ્ટ ઓફિસ સામે, ભુજ પાસેથી નિ:શુલ્ક મેળવી તા.પ/પ સુધી પરત આપવા.
અરવિંદ સ્ટડી સેન્ટરની બેઠક
પખવાડિક બેઠક તા.૨૬/૪ના સાંજે પ કલાકે ૩૦૯, જૂની ઉમેદનગર ખાતે.
અરવિંદ સ્ટડી સેન્ટર-ભુજ
તા.૧૩-૧૪-૧પ મેના ઓમપુરી, અરવિંદ સોસાયટી, માતર મધ્યે ઇન્ટીગ્રલ એજ્યુકેશન વિશેની શિબિરમાં જોડાવા ઇચ્છુકે ૯૪૦૮૨ ૪૬૪૪૨નો સંપર્ક કરવો.
અધ્યાત્મ અને સ્વાસ્થ્ય શિબિર
ગીરનારમાં સાત દિવસીય તા.૧૯/પથી તા.૨પ/પ અધ્યાત્મ અને સ્વાસ્થ્ય શિબિર તપ, સેવા, સુમિરનના સિદ્ધાંતોથી રોગમુક્તિ શીખવવામાં આવશે. મીનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ રૂપાયતન રોડ, જૂનાગઢ ખાતે. ઉપચાર તથા માર્ગદર્શન નિ:શુલ્ક યોજાશે. નામ નોંધાવવા માટે ૯૬૬૨૦ ૩૧૨પ૨નો સંપર્ક કરવો.
આદિપુરમાં નિ:શુલ્ક યોગ શિબિર
આદિપુરમાં પતંજલિ યોગ સમિતિ((કચ્છ)) તથા કે.ડી.તોરાણી કુદરતી આરોગ્ય કેન્દ્રના સહયોગથી પ્લોટ નં.પ૩, વો‌ર્ડ‌ નં.૪/એ, સિંધોલોજી સ્કૂલની પાછળ, તા.૨૬/૪થી તા.૩૦/૪ સુધી સવારે પ:૪પથી ૭:૨૦ દરમિયાન છ દિવસીય નિ:શુલ્ક યોગ પ્રાણાયામ શિબિર. નામ નોંધાવવા ૯૮૭૯પ ૨પ૯૬૩નો સંપર્ક કરવો.
સમસ્ત મો. બ્રાણ મહિ‌લા મંડળ-અંજાર
તા.૩૦/૪ના સમૂહ ભાગવત નિમિત્તે તા.૨૭/૪ના સાંજે પ વાગ્યે નિલકંઠ મહાદેવના મંદિર, સવાસર નાકા, અંજાર મધ્યે મીટિંગ.
સમાઘોઘા, મોટી ખેડોઇ, મોડસર, ચિયાચરમાં પ્રશ્નોત્તરી સત્સંગ
તા.૨પ/૪ના બપોરે ૨થી ૪ બ્રચારી ભાઇઓનો પ્રશ્નોત્તરીનો સત્સંગ સમાઘોઘામાં ઉમેદસિંહ જાડેજાના મકાન મધ્યે. એ જ દિવસે મોટી ખેડોઇમાં શુક્રવારે સાંજે ૪:૩૦થી ૬:૩૦ બ્રચારી ભાઇઓનો પ્રશ્નોત્તરીનો સત્સંગ, મોટી ખેડોઇ, નાની ખેડોઇ, જ્યારે મોડસરમાં રાત્રે ૮:૩૦થી ૧૦:૩૦ મોડસર પ્રાથમિક શાળા મધ્યે. શનિવારે સવારે ૧૦થી ૧૨ બ્રચારી ભાઇઓનો પ્રશ્નોત્તરીનો સત્સંગ ચિયાસર.
મ. ક. સ. સુ. જ્ઞાતિ મહિ‌લા મંડળ-માધાપર
અગિયારસ નિમિત્તે સત્સંગ તા.૨પ/૪ના સાંજે પ વાગ્યે બીનાબેન રાજેશ ચૌહાણ, આંનદ કોલોની, જૂનાવાસ-માધાપર મધ્યે.