• Gujarati News
  • ભુજમાં હાઇએસ્ટ ગરમી : ૪૧.૨ ડિગ્રી

ભુજમાં હાઇએસ્ટ ગરમી : ૪૧.૨ ડિગ્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા એરપો‌ર્ટમાં ૪૦.૨, તો કંડલા-નલિયામાં ત્રણ ડિગ્રી પારો ગગડયો : ૩૮.૮-૨પ.૬
ભાસ્કર ન્યૂઝ. ભુજ
બે દિવસથી રાજ્ય સહિ‌ત કચ્છમાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે, ત્યારે આજે જિલ્લામથક ભુજમાં સીઝનનો સૌથી ગરમ ગુરુવાર નોંધાયો હતો. આજે અહીંનું દિવસનું તાપમાન ૪૧.૨ ડિગ્રીએ પહોંચતાં લોકો ગરમીમાં શેકાઇ ગયા હતા., તો કંડલા એરપો‌ર્ટમાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
બીજી બાજુ કંડલા અને નલિયામાં ત્રણ ડિગ્રી જેટલો પારો ગગડયો હતો, પરંતુ આકરો તાપ બરકરાર બની રહ્યો હતો. આજે સુરત ૪૧.૮ ડિગ્રીથી ટોપનું ગરમમથક બની રહ્યું હતું.
કચ્છમાં ધીમે ધીમે ઉનાળો ટોપ ગિયરમાં આવી ગયો હોય તેમ ગરમી વધી રહી છે. આજે ગુરુવારે પાટનગર ભુજમાં સૂર્ય વધુ ગરમ થતાં ચાલુ સીઝનનો સૌથી ગરમ દિવસ બની રહેતાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે અસહ્ય તાપથી શહેરવાસીઓ ત્રસ્ત
થયા હતા.