• Gujarati News
  • જ્યુબિલી સર્કલના ટ્રાફિક સિગ્નલ માટે વણપૂરાયેલા ખાડા

જ્યુબિલી સર્કલના ટ્રાફિક સિગ્નલ માટે વણપૂરાયેલા ખાડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યુબિલી સર્કલના ટ્રાફિક સિગ્નલ માટે વણપૂરાયેલા ખાડા કયારે પૂરાશે
ભુજમાં ટ્રાફિક સિગ્નલ માંડ-માંડ ચાલુ થયાં, પણ સાપ ગયા ને લીસોટા રહ્યા. ઇલેકટ્રીક લાઇન માટે ખોદેલા ખાડા જેમના તેમ છે. દરરોજ વાહનચાલકો અને પાછળ બેઠેલાઓ આંચકા અનુભવી પોતાની કમ્મર તોડીને તંત્રને ગાળો ભાંડે છે. આ તમાશો ઊભેલી પોલીસો જુએ છે. ખાડા ખોદવા અને પૂરવાની પૂરી ફી લેતી નગરપાલિકા કે અન્ય તંત્ર કામ પૂરું થતાં ખાડા પૂરાય તેની કાળજી કેમ લેતી નથી. આ સર્કલથી દરરોજ અનેક રેલી કાઢતા દરેક પક્ષો કેમ ચૂપ છે. ભુજમાં માર્ગખાડા પૂરવાનું જ સેવાભાવી કોઇ કામ કરશે તો ફરીથી પાલિકામાં ચૂંટાવાની તક છે, નહીંતર હારશે.
- મુકેશ તલાટી, ભુજ