તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મુન્દ્રા તાલુકાના ૧૪ ગામની ઉદ્યોગોને ૃચ્ ’આપેલી ગૌચર જમીન મુક્ત કરો

મુન્દ્રા તાલુકાના ૧૪ ગામની ઉદ્યોગોને ૃચ્/’આપેલી ગૌચર જમીન મુક્ત કરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મુન્દ્રા
મુન્દ્રા તાલુકાના ૧૪ ગામની ગૌચર જમીન તંત્ર દ્વારા ઉદ્યોગોને ફાળવાતાં પશુઓના ચારિયાણ માટે વિકટ પરિસ્થિતિ નિર્માણ થઇ છે, તેવા ઉલ્લેખ સાથે તાલુકા હિ‌તરક્ષક મંચે મામલતદારને રેલી રૂપે આવેદનપત્ર પાઠવી ગૌચર મુક્ત કરાવાની માંગ કરી છે. એક તબક્કે આચારસંહિ‌તાને અનુસરી જવાબદાર અધિકારીએ આવેદનપત્ર કચેરીના પરિસરમાં સ્વીકારવાનો નનૈયો ભણતાં ઘર્ષણ સજાર્યું હતું અને લોકોએ તંત્ર કંપનીઓનું દલાલ હોવાના નારા લગાવ્યા હતા. જોકે, બાદમાં મામલતદારે આવેદનપત્ર સ્વીકારતાં મામલો ઠંડો પડયો હતો.
આવેદનપત્રમાં તાલુકામાં ધમધમતા ટાટા પાવર, જિંદાલ સો પાઇપ અને અદાણીને ગૌચર જમીનની લ્હાણી કરાઇ હોવાના આક્ષેપ સાથે જમીન ન બચી હોવાથી પશુઓના ચારિયાણની અછત સર્જા‍ઇ હોવાનું જણાવાયું હતું. રામગઢ-લફરા ગામની ચારિયાણની જમીન પર
...અનુસંધાન પાના નં. ૬
ગુરુકૃપા માઇન્સ એન્ડ મિનરલ નામની ખાનગી પાર્ટીની લીઝ મંજૂર કરાયાના મુદ્ે વિરોધ દર્શાવાયો હતો. કંપની દ્વારા ત્યાં પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો.
તંત્ર કંપનીઓની તરફદારી કરી જોહુકમી ચલાવતું હોવાનો આક્રોશ અરજદારોએ વ્યક્ત કરી ગૌચર જમીન પાછી અપાવી લીઝ રદ્ કરવાની માંગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો