• Home
  • Kutchh
  • Gandhidham
  • રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગાંધી સમાધિ જ ભૂલાઇ ગઇ

રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગાંધી સમાધિ જ ભૂલાઇ ગઇ

રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગાંધી સમાધિ જ ભૂલાઇ ગઇ

જહાંગીર આલમ. ગાંધીધામ | Updated - Aug 15, 2013, 03:10 AM
રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગાંધી સમાધિ જ ભૂલાઇ ગઇ
સમગ્ર રાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય રંગેચંગે દેશનો ૬૭મો સ્વાતંત્રય દિવસે ઉજવી રહ્યા છીએ, ત્યારે ઉજવણીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ક્યાંક હાંસિયામાં ધકેલાઇ ગયા હોય તેવું લાગે છે. કારણ કે, રાજ્યકક્ષાની ઉજવણી કચ્છમાં થઇ રહી છે, ત્યારે બે દિવસ જિલ્લામાં રહેલા મુખ્યમંત્રીને આદપિુરમાં ગાંધી સમાધિએ જવાનું યાદ આવ્યું નથી.
માત્ર સ્વાતંત્રથ પર્વ જ શું કામ, પરંતુ ૮૦થી વધુ વાર મુખ્યમંત્રી બન્યા બાદ કચ્છની મુલાકાતે આવી ચૂકેલા નરેન્દ્રભાઇ મોદી એક પણ વાર આદપિુરમાં આવેલી ગાંધી સમાધિએ ગયા નથી. આદપિુરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થિવાળું સમાધસ્થિળ બનાવવામાં આવ્યું છે. માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ કોઇ પણ પદાધિકારી કે અધિકારીને પણ ભાગ્યે જ ખબર હોય છે કે, દેશની એકમાત્ર ગાંધી સમાધિ કચ્છના આદપિુરમાં આવી છે.
નહેરૂ ભૂલાયા કે નજરઅંદાજ?
ભુજમાં ઠેર-ઠેર સ્વાતંત્રયસેનાની અને નેતાઓના ફોટોની વણઝાર વચ્ચે મુખ્યમંત્રી મોદીભાઇ પણ જોવા મળી રહ્યા છે. જોકે, આશ્ર્વર્ય વચ્ચે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો એક પણ ફોટો ભુજમાં કોઇ જગ્યાએ જોવા મળ્યો નથી. કદાચ નહેરૂ કોંગ્રેસી હતા એટલે. માત્ર નહેરૂ જ નહીં, પરંતુ એનડીએની સરકારમાં વડાપ્રધાન રહેલા અને વરિષ્ઠ ભાજપના નેતા અટલ બહિારી વાજપાઇ પણ ક્યાંય દેખાતા નથી. ગાંધી સમાધિ અને ગાંધીધામ વચ્ચેનો અનોખો સંગમભાગલા બાદ સ્થળાંતરિત થયેલા પરિવારોના કાયમી વસવાટ અને વ્યવસ્થા માટે ૧૯૪૮માં સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરસી)ની સ્થાપના કરવામાં આવી, જેમાં હાલના ગાંધીધામના સ્થાપક અને એસઆરસીના પ્રથમ મેનેજિંગ ડાયરેકટર ભાઇપ્રતાપ દિયાલદાસની અથાગ મહેનતથી મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક શાસકોએ સ્થળાંતરિત પરિવારોને ૧૫ હજાર એકર જમીન કાયમી વસવાટ માટે સંપાદિત કરી હતી અને ગાંધીજીની હત્યા બાદ ૧૨/૨/૧૯૪૮ના રોજ બાપુના સ્મારકરૂપે આદપિુરમાં ગાંધી સમાધિ બનાવવામાં આવી, જેમાં મહાત્માના અસ્થિઓ અસ્થાયીરૂપે પધરાવાય, આ સાથે અવૉચીન શહેર ગાંધીધામની સ્થાપના થઇ. જોકે, ભારત સરકાર દ્વારા આ જમીન ફાળવણી ૧૯૫૨માં મંજૂર કરવામાં આવી અને ત્યાર બાદ સરકાર દ્વારા ૨૮ નવેમ્બર, ૧૯૫૫ના રોજ ૧૫૦૦૦ એકરમાંથી માત્ર ૨૬૦૦ એકર જમીનની ફાળવણી એસઆરસીને કરાઇ હતી તેમ એસઆરસીના ચેરપર્સને જણાવ્યું હતું. બન્ને રાજઘાટની સમાનતા શાશ્ર્વત જયોત અને પગરખાં બહાર!
દિલ્હી રાજઘાટની ખાસિયત છે કે ત્યાં ચોવીસે કલાક એક શાશ્ર્વત જયોત પ્રજવિલ્લત રહે છે તો આદપિુર ગાંધી સમાધિીમાં પણ
સમાધિમાં એક પ્રકારની જયોત હંમેશા પ્રજવિલ્લત રહે છે. તો અહીં પણ દિલ્હીની જેમ જ ગાંધીસમાધિીને મંદિર માનવામાં આવે છે અને પરિસરમાં પ્રવેશતા પહેલા પગરખા બહાર ઉતારવાનો નિયમ એસઆરસી દ્વારા અમલમાં મુકાયો છે.
આ લોકો લઇ ચૂકયા છે સમાધિની મુલાકાત
ગાંધીસમાધિએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પણ દર્શનાથેg આવ્યા હતા. તો દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઇ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, દેશુભાઇ પટેલ, અશોક ભટ્ટ સહિત રાજકીય અગ્રણીઓ આદપિુર ગાંધી સમાધિીએ દર્શનાથેg ખાસ આવી ચુકયા છે.

X
રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગાંધી સમાધિ જ ભૂલાઇ ગઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App